નસવાડી : મધ્ય પ્રદેશની બોર્ડરને અડીને આવેલ જડીયાણા ગામે નલસે જલના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નલ સે જલ ૬૭ લાખના ખર્ચે બનશે

છોટાઉદેપુર તાલુકાના જડીયાણા ગામે રૂપિયા ૬૭ લાખ ના ખર્ચે આ યોજનાની સફળ કામગીરી કરવામાં આવશે જેનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં ગામ માં રહેતા દરેક કુટુંબ ને આ યોજનાનો લાભ મળશે અને દરેક ને પાણીની સુવિધા પૂરી પડશે જેના લીધે દૂર સુધી પાણી ભરવા જવું નહીં પડે અને આ લાભથી ગામ વાસીઓને પાણી ની પરેશાની નહીં થાય અને દરેકને પીવાનું શુદ્ધ પાણી મળશે આ ગામમાં રહેતા લગભગ ૩૭૫ જેટલા ઘરોને પીવાનું શુદ્ધ પાણી પુરૂ પડશે અને સાથે સાથે પાણીની બે નવીન ટાંકીઓ પણ બનાવવામાં આવશે આ ગામ મધ્ય પ્રદેશ ની બોર્ડરને અડીને આવેલું ગામ છે જેમાં પાણીની સિવિધા બે પાણીની ટાંકી અને સ્ટેન્ડ પોસ્ટ પણ બનાવવમાં આવશે અને ખાત મુહૂર્ત માં ઉપસ્થિત ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન નિગમ ના ડિરેક્ટર જશુભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયત સદસ્ય ગુમાણભાઈ રાઠવા જિલ્લા ભાજપા ઉપ પ્રમુખ દિનેશભાઈ રાઠવા તથા ગામના આગેવાનોએ હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here