નસવાડી : ભાટપુર ગામે લાઈટના અજવાળા નીચે જુગાર રમતા ત્રણ ઝડપાયા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી ::-

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા સંખેડા પો.સ્ટે.વિસ્તાર માંથી જુગાર રમતા ત્રણ ઇસમને ઝડપી પાડ્યા

કુલ કી. રૂ.૨૭.૦૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

સંખેડા તાલુકાના ભાટપુર ગામે લાઈટના અજવાળા નીચે જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે જેમા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ ના પોલીસ કર્મચારીઓ સંખેડા પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભાટપુર ગામે નવા ફળિયામાં રહેતા સુધાબેન w/o અમરાતભાઈ કંચનભાઈ તડવી નાઓના ઘરની પાછળ આવેલ વાડામાં કેટલાક લોકો લાઈટના અજવાળે પત્તા પાના વડે પૈસા ની હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી આધારે જુગારની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યારે રેઇડ કરતા કુલ-૦૩ ઇસમોને પત્તા- પાના તથા રોકડ રૂપિયા ૨૭,૦૪૦/-સાથે સ્થળ ઉપર જ પકડી પાડી સંખેડા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા-૧ ૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કન્જ કરવામાં આવેલ રોકડા રૂપિયા તથા અન્ય મુદ્દામાલ(૧)દાવ ઉપરના તથા અંગ ઝાડતીના રોકડા રૂપિયા કિ. રૂ.૧૨,૭૦૦/-(૨)રોકડા કિ.રૂ.૨૩૪૦/-(૩)મોબાઈલ ફોન કુલ નંગ-૩ કિ. રૂ.૧૨૦૦૦/-(૪)પાથરણા ની કિ. રૂ.૦૦/-(૫)પત્તા પાના કુલ નંગ-૫૨ કિ. રૂ.૦૦/-આમ કુલ કિ. રૂ.૨૭,૦૪૦/-છે પકડાયેલ આરોપીઓ જયદેવભાઈ સતિષભાઈ તડવી રહે.વટવટીયા ડેરી ફળિયા તા.સંખેડા જી.છોટાઉદેપુર નરેશભાઈ ભીમાભાઈ તડવી રહે.ધામનીઘોડા તા.સંખેડા જી.છોટાઉદેપુર અંકુશભાઈ મોહનભાઇ તડવી રહે.ભાટપુર નવુ ફળિયું તા.સંખેડા જી.છોટાઉદેપુર નાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here