નસવાડી : મોડેલ સ્કૂલ કવાંટ ગોજારીયાની વિદ્યાર્થીનીએ કલા મહાકુંભમાં કથ્થક નૃત્યમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવી સ્કૂલનું ગૌરવ વધારી નામ રોશન કર્યું

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મોડેલ સ્કૂલ કવાંટ નું ગૌરવ વધારતી ધો.૧૦ની નંદની બી.પંચોલી”

જિલ્લા કક્ષા કલા મહાકુંભ નું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યુ હતું જેમાં બોડેલી ની શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે કલા મહાકુંભ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા તથા કલાકારોએ તેમની કુશળતા દર્શાવી હતી કલા મહાકુંભે તમામના દિલ જીત્યા હતા યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા બોડેલી શિરોલાવાલા હાઈસ્કૂલમાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ વેશ ભૂષામાં બાળકો તૈયાર થઈ પોતાના ટેલેન્ટ બતાવવા માટે આવ્યા હતા સાથેજ વિદ્યાર્થીઓના નૃત્ય અને નાના બાળકો દ્વારા લોક નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા અને કલા મહાકુંભમાં આશરે લગભગ ચારસો જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમા જણાવ્યા પ્રમાણે લગભગ ચોસઠ જેટલી કલાઓ આપણી સંસ્કૃતિમાં સમાયેલી છે અને આ કલાઓ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અને એ કલાઓ ફરીથી ઉજાગર થાય અને દરેક વિદ્યાર્થીઓને આપણી કલા પ્રદર્શિત કરવાનો મોકો મળે એટલા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેછે જેમાં સમગ્ર જિલ્લા માંથી ભારત નાટય,ગરબા,રાસ,કથ્થક,એક પાત્રિય અભિનય,વકૃત્વ સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધામાં તાલુકામાં આવેલ સ્પર્ધકોએ પ્રદર્શન કર્યું હતું જેમાં કવાંટ ગોજારીયા ખાતે આવેલ મોડેલ સ્કૂલની ધો.૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પંચોલી નંદનીબેન બી.જેમને જિલ્લા કક્ષા માં કથ્થક નૃત્યમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા તથા કવાંટ તાલુકાનું નામ રોશન કર્યુછે અને નંદનીબેન ના માર્ગદર્શક એવા સ્કૂલના વણકર ભુપેન્દ્રભાઈ તથા પરમાર યોગેશભાઈ નો પણ સિંહ ફાળો કહીએ તો વાંધો ન આવે અને એમના માર્ગદર્શન હેઠળ નંદનીબેન એ કથ્થક નૃત્યની પ્રેક્ટિસ કરી આજે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર લાવી નામ રોશન કર્યું છે અને સ્કૂલના તમામ શિક્ષકો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી અને આગામી પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ માં પણ વિજેતા બની ગૌરવ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરી છે અને મોડેલ સ્કૂલ કવાંટ ગોજારીયા ખાતે તમામ સ્ટાફ ગણ અને વિદ્યાર્થી ગણે તેમનું સન્માન કર્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here