રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી પરબડી ગામનો યુવાન યુક્રેનથી પરત આવતા સ્વજનો સહિત નગરજનોમાં ખુશીની માહોલ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા ના મોટી પરબડી ગામ નો યુવાન યુક્રેન માં ફસાયો હતો ધોરાજી ના મોટી પરબડી ગામનો વિદ્યાર્થી અજય બાબરીયા યુક્રેન માં ફસાયો હતો જે આજે મિશન ગંગા હેઠળ એમના વતન મોટી પરબડી ખાતે પરત ફરતા પરિવાર જનો અને ગ્રામજનો માં ખુશી જોવા મળી હતી અજય નું પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા

મોટી પરબડી ગામનો અભય જેન્તીભાઈ બાબરીયા યુક્રેન ના ટરનોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હતો.
યુદ્ધ જાહેર થતા જ અહીં સાયરન શરૂ થયા હતા અને લોકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા અજય બાબરીયા એ મીડીયા સમક્ષ વાતચીત માં જણાવેલ હતું કે યુક્રેન અને રશિયા વચે યુદ્ધ ની શરૂઆત થતા ત્યાંની સ્થિતિ માં બધા લોકો જીવ બચાવી ને ભાગવા લાગ્યા હતા ચારે બાજુ થી બોમ ધડાકા ના અવાજ સંભળાઈ રહ્યા હતા લોકો ને જીવ બચાવવું ખુબજ જરૂરી હતું અને ત્યાં લોકો એકદમ ગભરાઈ રહ્યા હતા.
ભારતીય અજય બાબરીયા પણ ત્યાંથી નીકળવા માટે ઘણી મુશ્કેલી નો સામનો કર્યો હતો અજય નું કહેવું છે કે રોમાનિયા ની બોર્ડર સુધી પોચવા માટે 7 કલાકની બસની મુસાફરી અને ત્યાર બાદ 4 થી 5 દિવસ પગપાળા મુસાફરી કરી હતી અને રોમાનિયા બોર્ડર પર પોહચયો હતો રોમાનિયા માં અંદર પ્રવેશવા માટે સ્થાનિક લોકો સાથે ઘણી મુશ્કેલી વેઠવી પડી હતીટર્રનોપિલ સીટી માંથી બહાર નીકળવા માટે ત્યાં થી ઘણી મુશ્કેલી નો સામનો કર્યો હતો ઓપરેશન ગંગા હેઠળ તેને વતન પરત લાવવામાં ભારત સરકારે મોટી મદદ કરી છે અજય ને ભારત સરકાર દ્વારા પ્રથમ દિલ્હી અને ત્યાં થી તેમના ઘર સુધુ પહોંચવા માટે તમામ વ્યવસ્થા કરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here