નસવાડી ગ્રામ પંચાયત હોલમા બીજેપી જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પ્રદેશ મહામંત્રી ઈશાંતભાઈ સોની સાથે તમામ મહાનુભાવો હાજર રહ્યા હતા

નસવાડી ખાતે ભાજપા જિલ્લા યુવા મોરચા ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું કે આવનારી ચૂંટણી ને લઈ બેઠક બોલાવવામાં આવી હતી અને દીપ પ્રગટાવીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી અને ભાજપના ધારાસભ્ય દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું અને દરેક યુવાનો ને ચૂંટણી લગતી માહિતી આપવામાં આવી હતી અને ત્યાર બાદ આગળ આવનારી ચૂંટણીઓ છે એમાં પણ મહેનત કરી આપણે ભારતીય જનતા પાર્ટી ને જીતાડી વિજય બનાવવાની છે અને આપણી વચ્ચે જે યુવા નેતાઓ કાર્યકરો છે એમના પર પણ ધ્યાન આપવું કે ભાજપનો કાર્યકર કોઈ કામ લઈને આવે તો થઈ જાય અને કોઈ કામ ન કરે તો ફરિયાદ કરવાનું સૂચન આપવામાં આવ્યું અને ઇશાંત ભાઈ એ પ્રવચન મા જણાવ્યું કે તમે સલમાન ખાન શાહરુખ ખાન આમિર ખાન ની જે નકલ કરો છો એના કરતાં વીર ભગત સિંહ જેવા મહાપુરુષો ને તમારા આદર્શ બનાવો અને વધારામાં ઇશાંતભાઈએ એક નંબર પણ આપ્યો કે આ નંબર તમે ડાયલ કરશો એટલે આપણી બધી યોજનાઓ તમારા મોબાઈલ મા આવી જશે અને યોજનાઓ નો લાભ આપડે દરેક વ્યક્તિઓ શુધી પોહચડવી જેથી કોઈ વ્યક્તિ લાભ વગર રહી ન જાય અને આમ યુવા મોરચા નો કાર્યક્રમ રાખવા માં આવ્યો અને જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠકમાં ઉપસ્થિત મહેમાનો નવ નિયુક્ત પ્રદેશ મહામંત્રી ઇશાંતભાઈ સોની નવનિયુક્ત જિલ્લા યુવા મોરચા પ્રભારી અક્ષીતભાઈ પટેલ પ્રદેશ યુવા મોરચા ઉપ પ્રમુખ મુકેશભાઈ રાઠવા જિલ્લા મહામંત્રી રાજેશભાઈ વડેલી જિલ્લા યુવા મોરચા પ્રમુખ હિરેનભાઈ પંડિત જિલ્લા યુવા મોરચા મહામંત્રી જયરાજસિંહ ચૌહાણ તેમજ યુવા મોરચાના જિલ્લા/તાલુકા ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here