ગોધરા નગરના બહારપુરા ખાતે રામાપીર મંદિરમાં ગરીબ વિદ્યાર્થીઓને મુસ્લિમ શિક્ષક દ્વારા નિઃશુલ્ક વિદ્યાદાનની ધમાકેદાર બાળકોની એન્ટ્રી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આમ માનવી પોતાના સ્વાર્થ માટે કે બહુ તો પોતાના પરિવાર માટે જીવતો હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે રહેતા એક મુસ્લિમ યુવા શિક્ષકે સાચા અર્થમાં ” શિક્ષક કભી સાધારણ નહીં હોતા… ની ઉક્તિને સાર્થક કરી બતાવી છે અને છેલ્લાં 12 વર્ષથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ પીરસી રહ્યા છે આજકાલ દિવસે દિવસે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે ત્યારે ગોધરાના માનવ ધર્મનાં મસીહા તરીકે આગવી ઓળખ ઉભી કરનાર આ શિક્ષકશ્રી ઈમરાન સાહેબની નિઃશુલ્ક વિદ્યાદાનની સેવાભાવના બિરદાવવા લાયક છે આ કલાસમાથી એક હજાર થી ઉપરાંત બાળકોને શિક્ષણ આપી ચૂક્યા છે બીજા સ્થળે રામાપીર મંદિર માલવાડી વિસ્તાર ખાતે કોરોનાની મહામારી વચ્ચે વિરામ બાદ ફરી બાળ વિધાર્થીઓના સમૂહ વચ્ચે ધમાકેદાર એન્ટ્રી ધોરણ 01 થી 08 ના બાળકોએ કરી હતી બાળકો સાથે વાલીઓએ ઉત્સાહ સાથે બાળકોને લઈને રામાપીર મંદિર ખાતે લઈને આવ્યાં હતાં કોરોના મહામારી વિરામ બાદ ઈમરાન સાહેબને જોવા માટે લોક ટોળાએ વાલીશ્રીઓએ, સામાજિક કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને વિદ્યાર્થીઓએ શિક્ષકશ્રી ઈમરાન સાહેબ અને ડૉ. સુજાત વાલી સાહેબને પુષ્પગુચ્છ એને તાળીઓના ગળગળાટ થી વધાવી લીધી હતા મફત શિક્ષણ લહેર સમગ્ર વિસ્તારમાં પ્રસરી હતી લોક ટોળા જોવા મળ્યો હતો. કોરોનાની મહામારી પૂર્ણ વિરામ મુકી શિક્ષકશ્રી ઈમરાન સાહેબ સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે પહેલાંની જેમજ હું મારા વ્હાલા ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને શિક્ષણ આપતો રહીશ ” માનવતાથી મોટો કોઈ ધર્મ નથી ગરીબ, નિઃસહાય આર્થિક રીતે નબળા બાળકોની સેવાથી મને મારા ખુદા મળે છે અને આબાળકો અમારા પોતાના બાળકો છે તેમને પરિપક્વ કરવા અમારી ફરજનો એક ભાગ છે આ વિસ્તારના તમામ રહીશો દ્વારા અમને ખૂબજ સાથ સહકાર આપ્યો છે આ સંસ્થા ભારત ભરમાં જાણીતી બની ગઈ છે તેનો યશ ડૉ. સુજાત વાલી સાહેબ અને ઇમરાન સાહેબ ને શિરે જાય છે ગોધરાની છબીને ચાર ચાંદ લગાવવા માટે શિક્ષકશ્રી ઈમરાન સાહેબએ અથાગ પ્રયત્નો કર્યા હતા
શિક્ષકશ્રી ઈમરાન સાહેબને તમામ સમાજના લોકોએ પુષ્પગુચ્છ, મોમેન્ટ, ટ્રોફી, સાલ ઓઢાડી સન્માનિત કર્યા છે મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ હાર કોઈએ ઈમરાન સાહેબને સન્માનિત કર્યા અને લોકો ઈમરાન સાહેબને કદી ભૂલવા તૈયાર નથી ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ઈમરાન સાહેબ અમારા માટે ખૂબ પ્રિય છે અને સાચા અર્થમાં અમારા બાળકો માટે એક ઈશ્વરે મોકલેલા ફરિશ્તા સામન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here