વિધાનસભાની ચટણીને ધ્યાનમાં રાખી 2022 ની મતદારયાદી સુધારણામાં મતદારોને નામ નોંધાવવા નર્મદા કલેક્ટરની અપીલ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પોતાના ઘર નજીકના ૬૨૮ જેટલા કેન્દ્રો ખાતે BLO ની ઉપસ્થિતિમાં કરાયેલી વિશેષ વ્યવસ્થાનો મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનો જાહેર અનુરોધ

નર્મદા જિલ્લામાં તા.૨૭ મી એ BLO કક્ષાએ ૬૨૮ કેન્દ્રો ખાતે યોજાયેલી ખાસ ઝુંબેશ કામગીરીનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંતઅધિકારીઓ, મામલતદારો સહિતના સુપરવાઇઝરો એ કરેલું નિરીક્ષણ

ભારતના ચૂંટણી પંચ ધ્વારા જાહેર કરાયેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત તા.૧/૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષની વયની લાયકાતના ધોરણે મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, નામ કમી કરવા, નામ સરનામામાં જરૂરી સુધારો-વધારો કરવા તેમજ એક જ વિધાનસભા મત વિસ્તારમાં સ્થળાંતર થવાથી સરનામું બદલવા વગેરે જેવી કામગીરી મતદારોના ઘર નજીકના મતદાન મથકે આજે BLO ની હાજરીમાં હાથ ધરાયેલી ખાસ ઝુંબેશના ભાગરૂપે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સમગ્ર જિલ્લાના ૬૨૮ જેટલા બૂથ ખાતે BLO ની હાજરીમાં ઉક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ.હળપતિ અને ચૂંટણી શાખાના મામલતદાર શ્રીમતી કનકબેન ઠાકર ઉપરાંત પ્રાંત અધિકારી કે.ડી.ભગત, દિપક બારીયા અને અશોક ડાંગી તેમજ સંબંધિત મામલતદારો તથા જે તે વિસ્તાર માટે નિમાયેલા સુપરવાઇઝરોએ તેમના વિસ્તારના કેન્દ્રોની આજે મુલાકાત લઇ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી જાણકારી સાથેની વિગતો મેળવી હતી.

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચ ધ્વારા જાહેર કરાયેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત હવે માત્ર તા.૨૮/૧૧/૨૦૨૧ ના રોજ ખાસ ઝુંબેશરૂપે હાથ ધરાનારી ઉક્ત કામગીરી માટેની અંતિમ તક રહેલી હોય, નર્મદા જિલ્લાના કોઇપણ ભાવિ મતદાર મતદાર યાદીમાં નામ નોંધાવવામાં બાકી રહી ન જાય તેમજ કોઇપણ નાગરિક-મતદારની મતદાર યાદીમાં જરૂરી સુધારા-વધારા કે નામ કમી કરવા વગેરે જેવી કામગીર બાકી રહી ન જાય તે માટે તા.૨૮/૧૧/૨૦૨૧ ના રોજ ખાસ ઝુંબેશના રૂપમાં થનારી ઉક્ત કામગીરીની અંતિમ તકનો નર્મદા જિલ્લાવાસીઓને પોતાના ઘર નજીકના મતદાન મથકે સંબંધિત BLO ની ઉપસ્થિતિમાં સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક સુધી પહોંચીને ઉક્ત વ્યવસ્થાનો મહત્તમ લાભ લેવા નર્મદા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here