નસવાડી ખાતે મંદીનો માહોલ હોવા છતા પણ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે દિવાળી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં મંદી હોવા છતાં નસવાડી તાલુકામાં તમામવર્ગ ના લોકો દ્વારા હર્ષોઉલ્લાસ થી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો જે શ્રમિક વર્ગ દિવાળીના તહેવાર કરવા માટે પોતાના માદરે વતન આવ્યા હતા પરંતુ મંદીનો માહોલ હોવાના કારણે આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ કાઠિયાવાડ થી જે શ્રમિકો આવેલા હતા તેઓ બીજો દિવસ વધારાનો દિવસ હોવાના કારણે બેસતુવર્ષ બીજા દિવસે હોવાના કારણે આવેલ શ્રમિકો મજૂરી અર્થે પરત કાઠિયાવાડ જવા રવાના થયા મંદીના માહોલમા આર્થીક પરિસ્થિતિ નબળી રહેવા થી જોઈએ તેટલા પ્રમાણમા વેપાર ધંધાના વેપારીઓ પણ મંદીના માહોલ વચ્ચે નિરાશ રહ્યા હતા અને દર વર્ષની જેમ જુસ્સાભેર દિવાળીનો માહોલ જોવા મળેલ નથી છતાં પણ મંદીના માહોલ વચ્ચે દરેક સમાજે પોતાની હેસિયત પ્રમાણે દિવાળીની ઉજવણી કરી હતી જેમાં નાના ભૂલકાઓ યુવાનો વડીલોએ ફટાકડા ફોડ્યા હતા આવા માહોલ વચ્ચે પણ ખુશ ખુશાલ હાલતમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી એ ધન્ય છે.આ સાથે તમામ દેશવાસીઓને નુતનવર્ષા અભિનંદન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here