નસવાડી કોંગ્રેસ દ્વારા ધરણા પર બેઠેલા સભ્યો કાર્યકરોએ ગરબા રમી વિરોધ દર્શાવ્યો

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજે સવારથી ૧૫ માં નાણાંપંચ ને લઈ કોંગ્રેસ ધરણા પર બેઠા છે અને આજથી નવરાત્રીનો શુભારંભ થયો છે આજે નવરાત્રીનો પહેલો દિવસ છે કોંગ્રેસ કાર્યકરોએ માં અંબાની આરતી કરી ગરબા રમી વિરોધ કરવામાં આવ્યો છે.
નસવાડી કોંગ્રેસ કહે છે કે માં અંબા ભાજપ વાળાઓને સતબુદ્ધિ આપે અને રાજ કેવી રીતે કરાય તે શીખે એમ કરી અમે વિરોધ ગરબા રમી કરીયે છે.
કોંગ્રેસ તાલુકા સદસ્યોને ભાજપના શાસનમાં તેઓના વિસ્તાર માટે ગ્રાન્ટ ના ફાળવતા તેઓનો વિકાસ રૂંધાય છે અને જો ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવેતો અમે આનાથી ઉગ્ર આંદોલન કરીશું પક્ષપાત ને લીધે પ્રજાના વિકાસ કામો થતા નથી પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ કોંગ્રેસ તરફી રહેલી પંચાયતો અને મતદારો ના વિસ્તારમાં આ પરિસ્તીથી સ્પષ્ટપણે દેખાય છે કે કોંગ્રેસ ના વિસ્તારના કામો ગ્રાન્ટ ન મળવાના કારણે વિકાસકામો થતા નથી તેવી લોક ચર્ચા જાણવા મળેલ છે.
માં ગબ્બર ભાજપ સરકારને સતબુદ્ધિ આપે અને સમજે કે સાવકી માં પણ સાવકા પુત્રને પેટ ભરીને જમવાનું તો આપેજ છે બસ એટલું જ સમજે એજ અમારી પ્રાર્થના….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here