નસવાડીના મુખ્ય બજારમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવેલ શૌચાલયને તાળા…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ધારાસભ્યના હાથે ઉદ્દઘાટન કરેલ સુલભ શૌચાલય બંધ હાલતમાં

લાખો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચી બનાવેલ શૌચાલય મા તાળા શૌચાલય બંધ હાલતમાં

આ સુવિધા બંધ કરવા પાછળ નું કારણ શું?-પ્રજાજનો

નસવાડી ના મુખ્ય બજારમાં જે તે વખતે ધારાસભ્યના હાથે શૌચાલય નું ઉદ્દઘાટન કરી શૌચાલય શરૂ કરવામાં આવ્યું હતું જેનાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો કારણ કે નસવાડીના મુખ્ય બજારમાં શૌચ ક્રિયા માટે કોઈ જગ્યાજ નથી અને મહિલાઓ ને આ બાબતે ઘણી મુશ્કેલીઓ પડતી હતી અને મુખ્ય બજારમાં શૌચાલય બનતા લોકો ખુશ થયા હતા કે હવે પુરુષો અને મહિલાઓ ને શૌચ બાબતે તકલીફ નહી પડે પરંતુ કેટલાક દિવસથી આ શૌચાલય બંધ હાલત માં છે તો શું તંત્રની નઝર ની બહાર છે આ શૌચાલય એવા અનેક પ્રશ્નો સાંભળવા મળી રહ્યા છે અને આજે નસવાડીના મુખ્ય બજારમાં બનેલ શૌચાલય એક ઇમારત બની હોય તેમ ઉભુ રહ્યુ છે અને ગ્રામ પંચાયત દ્વારા આ શૌચાલય ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યુ હતુ અને ‘પે એન્ડ યુઝ’તરીકે આનો ઉપયોગ કરવામાં આવતો હતો અને લોકો રૂપિયા આપીને શૌચ ક્રિયા કરતા હતા કે એમાંથી શૌચાલય નું મેન્ટેનન્સ પણ પુરૂ પાડી શકાય પરંતુ કયા કારણોસર તાળા વાગયા છે એ એક ચર્ચાનો વિષય બન્યો છે અને હાલ બહારગામ થી આવતા લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે તો પ્રજા પુકારે છે કે આ બાબતે ધારાસભ્ય ને જાણ થાય અને બંધ કરેલ શૌચાલયને ફરી શરૂ કરાવવા પ્રજાની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here