ડભોઈ ચીમનભાઈ પટેલ સ્કૂલ વેગા ખાતે ક્લાઇમેટ ચેન્જ વિષય પર સેમિનાર યોજાયો…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

બાલ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ ૨૦૨૨-૨૩ અંતર્ગત ચિરસ્થાયી ઊર્જા અને આબોહવામાં પરિવર્તન અંગે જાગૃતિ કાર્યક્રમ કરવા બાબતે

ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા ગાંધીનગર તથા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, વડોદરાના સંયુક્ત ઉપક્રમે બાલ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ ૨૦૨૨-૨૩ અંતર્ગત ચિરસ્થાયી ઊર્જા અને આબોહવામાં પરિવર્તન અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન ચીમનભાઈ પટેલ શાળાના ધો ૬-૮ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુનઃ પ્રાપ્ય ઊર્જા ના સ્ત્રોતોનું મહત્વ સમજાવ્યુ હતું. તેમજ સૌર ઊર્જાના સાધનોનું નિદર્શન કરી વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. ઘરમાં વપરાતા વીજળીના સાધનોના વીજ વપરાશની બચતની સમજણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ઊર્જા સંરક્ષણ, પર્યાવરણ સંબંધી ફિલ્મ “એક ચિંતાજનક સત્ય” પણ બતાવવામાં આવી હતી. વાર્તાલાપને અંતે ચિત્ર સ્પર્ધા, તત્કાલ વકૃત્વ સ્પર્ધા તેમજ ઊર્જા કવીઝ આયોજન કરવામાં આવ્યા હતા.

સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપી સમ્માનિત કરાયા હતા. જ્યારે ઉપસ્થિત સાળા ના આચાર્ય સિક્ષક ગણ અને ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી છે. આવા સુંદર કાર્યક્રમના આયોજન માટે અમે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, વડોદરા તેમજ ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા ગાંધીનગરનો આભાર માનીએ છીએ. અને આવા કાર્યક્રમ શાળામાં વારંવાર યોજાય તેવી અપેક્ષા સાથે ઉપસ્થિત મહેમાનો વાલીગણ તેમજ પત્રકારોનું આભાર વ્યક્ત કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here