નસવાડીના તણખલા પી.એચ.સી ખાતે ટીબીના શંકા જનક દર્દીઓને નિ:શુલ્ક એક્સરે કાઢી આપવાનો કાર્યક્રમ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના તણખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ ટીબીના શંકા જનક દર્દીઓ ને નિઃશુલ્ક એક્સરે કાઢી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમા તણખલા વિસ્તારના તથા આજુબાજુના વિસ્તારના લોકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવ્યા હતા જેમાં આશરે 100 જેટલા દર્દીઓનો એક્સરે પાડવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં એક્સરે ની મોબાઈલ પણ જિલ્લામાંથી આવી હતી અને આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા અધિકારી ચોબેશિયા સાહેબ સાહેબ તથા જિલ્લા ક્ષય અધિકારી ભરત સાહેબ ના આદેશથી તણખલા જેવા ટ્રાઇબલ વિસ્તારમાં શંકા જનક ટીબીના દર્દીઓ માટે એક્સરે કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જે પણ દર્દી શંકા જનક જણાય તેની વ્યવસ્થિત સારવાર થાય અને આપણા વિસ્તારમાંથી ટીબી નાબૂદ થાય તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમના અંતે તણખલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ.કૌશલ પંડ્યા સાહેબે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તથા જિલ્લા ક્ષય અધિકારી શ્રી તથા તમામ તણખલા આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here