નવરાત્રી પર્વને લઈ ડભોઇ એ.પી.એમ.સી મેદાન ખાતે તૈયારીઓનો થનગાટ…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મા અંબાના આગમને આવકારવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. 26 સપ્ટેમ્બર થી દેશ ભર માં નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે જેને પગલે આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે વડોદરા જિલ્લા ના ડભોઈ એ.પી.એમ.સી ખાતે માં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ આયોજિત નવલા નોરતાનો થનગનાટ 2022 નવરાત્રિ પર્વ ને અનુલક્ષી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.ગરબા ગ્રાઉન્ડ ખાતે ડેકોરેશન, ભવ્ય ગરબા સ્ટેજ,તેમજ ખાણી પીણી ના સ્ટોલ જેવી સુવિધા આયોજકો દ્વારા રાખવામાં આવી છે.કોરોના કાળ ના બે વર્ષ બાદ આ વર્ષે ફરી થી નવરાત્રી નું આયોજન કરવામાં આવતા ગરબા રસિકો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

માં શક્તિની આરાધના અને ગરબે ઘુમવા યુવાધન આતુરતા પૂર્વજ નવરાત્રી ની રાહ જોઈ રહ્યું છે. માં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ આયોજિત નવલા નોરતાનો થનગનાટ 2022 ના પ્રમુખ ધારાસભ્ય શૈલેષ મહેતા ના માર્ગદર્શન મુજબ આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. તૈયારીઓમાં આયોજકો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી રહી છે જેમાં ભાવેશભાઈ પટેલ (નડા), નરેન્દ્રસિંહ અટોદરિયા,મહેશ શ્રીગામવાલા,હેમંત પાઠક,ગૌરવ જોષી(ગપલી),સમીર સહિત ના આયોજકો રાત દિવસ ગ્રાઉન્ડ પર રહી તૈયારીઓ કરવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here