નર્મદા LCB પોલીસે મોટર સાયકલ ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગનાં મુખ્ય આરોપીને ૧૩ મોટરસાઇકલ સાથે ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા મા મોટરસાઈકલ ચોરી ના ગુનામાં વારંવાર બનતા હોય છે જે પોલીસ વિભાગ માટે શીરદૃરદ સમાન બની જતા હોય છે.ત્યારે આવા ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ વિભાગ હંમેશા તત્પર હોય છે તયારે મોટર સાયકલ ચોરી કરનાર આંતર રાજ્ય ગેંગના મુખ્ય આરોપી ને ચોરી ની ૧૩ મો.સા.સાથે નર્મદા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો હતો અને ઝડપાયેલા આરોપી એ અનય 14 ચોરી ના ગુના કબુલયા હોવાનું જાણવા મળ્યું છે.

એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી ના જણાવ્યા અનુસાર જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન અનુસાર એલસીબી સ્ટાફ સાથે રાજપીપળા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી મળેલ હતી કે નર્મદા જીલ્લામાં વાહન ચોરી કરી ગેંગના સભ્યો રાજપીપળા તરફ આવનાર છે. જે આધારે જુના રામપરાથી વાવડી જતા રસ્તા પરથી એક નંબર પ્લેટ વિનાની કાળા કલરની બજાજ કંપનીની પલ્સર 220 F મોટર સાયકલ આવતા મો. સા. ચાલકને પકડી મોટર સાયકલના સાધનીક કાગળો તથા અન્ય વિશેષ પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહી મળતા આ મોટર સાયકલના એનજીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશન તેમજ વહન પોર્ટલઉપર ચેક કરતા રાજપીપળા પોલીસ ચોરીનો ગુનો રજીસ્ટર થેયલ હતો. આ મોટર સાયકલ ગુનાના કામે કબજે લઇ આરોપી સચીન ઉર્ફે નિહાલસિંગ જુગડીયા ભીલાલા રહે. સુમન્યાવાદ, તા.કકીવાડા જી.અલીરાજપુર(મધ્યપ્રદેશ)ની વિશેષ પુછપરછ કરતા તેણે અન્ય આરોપીઓ સાથે મળીને ગુજરાતના અલગ અલગ જીલ્લામાંથી મોટર સાયકલ ચોરીના ગુનાને અંજામ આપેલ જેથી આરોપીને સાથે રાખી આરોપીના વતન ખાતેના રહેણાંક પરથી તથા સહ આરોપીઓના રહેણાંક પરથી તપાસ કરતા કુલ-૧૩ મો.સા. રીકવર કરવામાં આવેલ છે.
આમ નર્મદા જીલ્લા પોલીસે આંતરરાજય મોટરસાઈકલ ચોરી કરવાનો ભેદ ઉકેલ્યો હતો, ઝડપાયેલા આરોપી સહિત આ આંતર રાજ્ય ગેંગમાં સામેલ આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે જેમાં
(૧) ભંગડીયા ભવાનસિંગ ભીલાલા (૨) ચમારિયા મુવાલીયા ભીલાલા (3) નેકરીયા વેરસિંગ ભીલાલ (૪) રીતેશ નશરીયા ભીલાલા (૫) દિનેશ રેવલા ભીલાલા (૬) તેરસિંગ ભવાનસિંગ ભીલાલા તમામ રહે, સુમન્યાવાટ તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here