છોટાઉદેપુર ચિચોડ આશ્રમશાળાની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ ખોખોમાં પ્રથમ આવતા આનંદ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાની શ્રી પ્રગટ પુરષોતમ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમશાળા ચિચોડ ની વિદ્યાર્થીનીઓ જિલ્લા કક્ષાએ ખોખોની સ્પર્ધામાં પ્રથમ આવી છે. જ્યારે આશ્રમશાળાઓનું ગૌરવ વધાર્યું છે. નસવાડી, પાવીજેતપુર અને છોટાઉદેપુર ની સક્ષમ ટીમોને હરાવીને જિલ્લામાં ખોખોની રમતમાં આગવું સ્થાન મેળવ્યું છે. જ્યારે શાળા સંચાલકમંડલના અધ્યક્ષ રમેંશભાઈ ખત્રીએ તથા આચાર્યે વિજેતા ટીમમે અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા થયેલ ટિમ જિલ્લા મથકેથી હવે રાજ્ય કક્ષાએ u19 ખોખોની સ્પર્ધામાં ભાગ લેવા મોડાસા ખાતે જશે. આવનારી સ્પર્ધામાં પણ આ ટિમ વિજેતા બને તેવી શુભકામનાઓ છોટાઉદેપુર શિક્ષકો અને સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here