નર્મદા જીલ્લામા કોરોના પોઝિટિવ કેસોમા અચાનક વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ ટેસ્ટીંગની પ્રક્રિયા સધન બનાવાઈ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધન્વંતરી રથ થકી કન્ટેનમેન્ટ તથા બફરઝોન સહિત અન્ય વિસ્તારોમાં એન્ટીજન રેપીડ અને RTPCR ટેસ્ટ થી વાયરસ ફેલાતો અટકાવવા નો પ્રયાસ

કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવાં માટે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા કેન્દ્રો ખાતે ૪૫ થી વધુની વયના તમામ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે તેની સાથોસાથ કોવિડ-૧૯ ના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યાં છે પરંતુ લોકોને ઘર આંગણે જ સમયસર અને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુસર નાંદોદ તાલુકાના ગામકુવા અને પ્રતાપનગર ગામે કન્ટેનમેન્ટ તથા બફરઝોન સહિત અન્ય વિસ્તારોમાં ધન્વંતરી રથ થકી એન્ટીજન રેપીડ ટેસ્ટ અને RTPCR ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં, એન્ટીજન રેપીડ ટેસ્ટના-૧૫ અને RTPCR ટેસ્ટના-૧૦ સહિત કુલ-૨૫ ટેસ્ટ આજે કરવામાં આવ્યાં હતાં.

નાંદોદના નવા રાજુવાડીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના RBSK ના મેડીકલ ઓફીસરશ્રી ડૉ. નરેન્દ્રભાઇ વડજીયાએ જણાવ્યું હતું કે, જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ધન્વંતરી રથ થકી એન્ટીજન-RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે જેથી જરૂરીયાતમંદ લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તેની સાથોસાથ શરદી,ખાંસી જેવા સામાન્ય રોગો ધરાવતી વ્યક્તિઓને સ્થળ પર જ દવા આપી દેવામાં આવે છે અને જો ટેસ્ટ દરમિયાન પોઝિટીવ દરદી આવે તો તેને સામાન્ય લક્ષણો હોઇ તો તેને હોમ આઇસોલેશન કરીએ છીએ અને દરદીમાં વધારે લક્ષણો જણાય તો તેને કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવે છે તેની સાથોસાથ કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાનું પાલન કરવાનું અમે સમજાવી રહ્યાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here