નર્મદા LCB પોલીસે દેડિયાપાડા સ્વામિનારાયણ હોટલ પાસેથી ધાટોલીના યુવાન પાસેથી પિસ્તોલ ઝડપી પાડી

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

પિસ્તોલ આપનાર યુવાનનો કાકો ફરાર થતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો

ગેરકાયદેસર હથિયારો વેચવાના કૌભાંડની શક્યતાઓ

નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતેની સ્વામિનારાયણ હોટલની સામેના રોડ ઉપરથી દેશી બનાવટની પિસ્તોલ સાથે પસાર થતા યુવાનને પોલીસે ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના ધાટોલી ગામ ખાતે રહેતો આરોપી પ્રિતમ મગનભાઈ વસાવા ઉ.વર્ષ. 24 નાઓનો પોતાની મોટરસાઈકલ ઉપર સવાર થઇને પિસ્તોલ સાથે રાખીને આવતો હોવાનું નર્મદા LCB પોલીસ ના પી.આઇ.એ. એમ. પટેલ સહિત પી.એસ.આઇ. સી.એમ. ગામીતને બાતમી મળતા બાતમીના આધારે દેડિયાપાડા ના માર્ગ ઉપર પોતાની વોચ ગોઠવી હતી એ દરમ્યાન બાતમી વાળી મોટરસાઈકલ પર સવાર થઈને આરોપી પ્રિતમ મગનભાઈ વસાવાનો આવતા તેને રસતામા રોકી પોલીસે તેની તલાસી કરતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી.

સદર આરોપીને ઝડપી તેની વધુ પુછપરછ હાથ ધરતા તેણે આ પિસ્તોલ પોતાના કાકા ચંદ્રસીંગ હીરાભાઈ વસાવા રહે. ધાટોલી તા દેડિયાપાડા નાઓએ આપી હોવાનું જણાવ્યું હતું, નર્મદા પોલીસે ચંદ્રસીંગ વસાવા ને વોન્ટેડ જાહેર કરી બન્ને સામે આર્મસ એકટ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે LCB ના પી.એસ આઇ સી. એમ. ગામીતે જણાવ્યું હતું કે આરોપી પાસે થી રુપિયા 10 હજાર ની પિસ્તોલ 30 હજારની મોટરસાઈકલ મળી રુપિયા 40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અને આ મામલે ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા તેના કાકાને વોન્ટેડ જાહેર કરાયો છે, આ મામલે સુરત તરફના વિસ્તારમાંથી પિસ્તોલ વેચવાનો આખુ કૌભાંડ ચાલતું હોવાની પોલીસને શંકા છે જે વોન્ટેડ આરોપી ઝડપાયા બાદ કોઈ મોટા માથાની પણ ગેરકાયદેસર રીતે હથિયારો વેચવાના આ મામલે નામ બહાર આવવાની પણ શક્યતાઓ જણાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here