નર્મદા : સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી એટલે હિન્દુની પરિભાષાનો રાગ અલાપ્યો…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

કઇ મજબૂરીને વશ થઈ સાંસદ મનસુખભાઈ વસાવાને આદિવાસી સમાજની જાહેર મંચ ઉપર પરિભાષા સમજાવવાની જરુર પડી ??

નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતેના જાનકી આશ્રમ ખાતે રાષ્ટ્રિય આદિવાસી મંચના કાર્યકર્તા સંમેલનમા સાંસદનો ધડાકો આદિવાસીઓને હિંદુ ધર્મથી અલગ કરવાના થતાં પ્રયાસ !! ઇસરો કઇ દિશામાં ?

નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે આવેલ જાનકી આશ્રમ ખાતે રાષ્ટ્રિય આદિવાસી મંચ દ્વારા કાર્યકર્તા સંમેલનમા સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાની આગવી શૈલીમાં કોણ કહેછે કે આદિવાસી હિન્દુ નથી ? નો ઉવાચ અલાપી આદિવાસી સમાજના ધણા લોકો કે જે પોતાને હિન્દુ ધર્મથી પર સમજે છે તેઓને સણસણતો જવાબ આપ્યો હતો. સાંસદ મનસુખભાઈ વસાવાની આ ટિપ્પણી અને વકતવ્યથી હવે એક નવો જ અધ્યાય આદિવાસી વિસ્તારોમાં શરુ થાય તો નવાઈ નહિ !!

જાનકી આશ્રમ દેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા આગેવાન મુખ્ય કાર્યકર્તાનું સંમેલન રાખવામાં આવ્યું હતું. સંમેલનના પારંભમાં ભારત માતા તથા દેવમોગરા માતાજીની છબીને ફુલહાર કરી, દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતુ ,અને વંદે માતરમ ગીત થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જે તમામ આદિવાસી હિનદુ છે ની પ્રતીતિ કરાવતાં હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા એ આદિવાસી સમાજમાં આદિવાસી હિન્દુ નથી, આદિવાસીઓની આસ્થા અને શ્રદ્ધામાં, દેવી દેવતાઓની નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કરવામાં આવે છે. આદિવાસીઓને હિંદુ ધર્મથી અલગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેવી બાબતે સાવધાન રહેવા તમામ ઉપસ્થિત કાર્યકરોને સાસદે ટકોર કરી હતી . અને વિશેષમા જણાવ્યું હતું કે આપણા આસ્થાના કેન્દ્રો દેવમોગરા માતાજી, ગામે-ગામે ભાથીજી મહારાજ મંદિર, હનુમાન મંદિર, મહાદેવના મંદિર, માતાજી ના મંદિરો વગેરે માં પૂર્ણ શ્રદ્ધા રાખવી, પરમાત્માના અવતાર શ્રી રામચંદ્ર માં પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા રાખવી, આદિવાસી વર્ષોથી હિન્દુ છે, અને રહેવાનો છે, કોઈની તાકાત નથી કે હિંદુ ધર્મ થી આદિવાસીઓને અલગ કરી શકે નો પોતાની આગવી શૈલીમાં વકતવ્ય રજુ કર્યો હતો.

દેડિયાપાડા ખાતેના રાષ્ટ્રિય આદિવાસી મંચ ના સંમેલનમા આદિવાસીઓના હક અને અધિકાર, શિક્ષણ, સિંચાઈ, વન અધિકાર જેવા વિકાસના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પેસા એકટ, શિડયુલ પાંચ અને છ વિશે વિસ્તૃત માહિતી ઉપસ્થિત કાર્યકર્તાઓને સંમેલન મા ઉપસ્થિત રહેનાર મહાનુભાવો રાષ્ટ્રીય આદિવાસી મંચના અધ્યક્ષ શ્રી નિતીનજી પારગી, ડો. વિશાલ ભાઈ વલવી, ડો.પંકજ પટેલ, જાનકી આશ્રમના સંચાલક શ્રી સોનજીભાઈ ભાઇ વસાવા, શ્રી દિનેશભાઈ દાદા રાષ્ટ્રીય આદિવાસી મંચ મહામંત્રી, શ્રી સુધીરભાઈ રાષ્ટ્રીય આદિવાસી મંચ મંત્રી, શ્રી દિલીપભાઈ રાષ્ટ્રીય આદિવાસી મંચ કોષાધ્યક્ષ, શ્રી રાજુભાઈ દાદા, માજી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શંકરભાઈ વસાવા, પૂર્વ વન મંત્રી શ્રી મોતીભાઈ વસાવા, ડો. વિનોદ ભાઈ કૌશિક વગેરે એ પોતાના વક્તવ્યમાં સમજ આપી હતી.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આગામી મહિનાઓમાં યોજાનાર છે ત્યારે સાંસદ મનસુખભાઈ ના આદિવાસી હિન્દુ જ છે ના નિવેદન ને તેમના વિરોધીઓ ખાસ કરીને નર્મદા અને ભરૂચ જિલ્લામા BTP અને કોગ્રેસ ના આદિવાસી નેતાઓ કયા અંદાજ મા લે છે અને વળતો જવાબ શુ અપાય છે તેના પર સૈ।ની નજર મંડાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here