નર્મદા : દારૂના બુટલેગરોએ પોલીસની નજર ચુકવવા દારૂ સપ્લાયનો નવો કીમિયો અપનાવ્યો

રાજપીપળા પોલીસે મોટરસાયકલ ઉપર દુધના કેનમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થતો ઝડપી પાડયો - બુટલેગરોનો કીમિયો નાકામ

રાજપીપળા પાસેના બિતાડા ગામે મોટરસાઈકલ ઉપર દુધના કેનમાં વિદેશી દારૂ લઇ પસાર થતા બે ઇસમો ફરાર

પોલીસે વિદેશી દારૂના 100 કવાટરિયા સાથે મોટરસાઈકલ મળી રૂ.31,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા પોલીસ દારૂ સહિત આંકડા જુગારની બધીને ડામવા મક્કમ બની રોજબરોજ બુટલેગરો સહિત ખેપીયાઓને ઝડપી રહી છે. ત્યારે વિદેશી દારૂ હેમખેમ રીતે નિર્ધારિત સથળે પહોચાડવા દારૂના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરો નવીન ટેકનિકલ અપનાવતાં હોય છે. રાજપીપળા પાસેના બિતાડા ગામે મોટરસાઈકલ ઉપર દુધના કેનમાં વિદેશી દારૂનો જથ્થો લઇ જવાતો રાજપીપળા પોલીસે ઝડપી પાડયો હતો.

ફાઇલ ફોટા – રાજપીપળા પોલીસ

નર્મદા જીલ્લામાં દારૂના દુષણને ડામવા માટે જીલ્લા પોલીસ વડાના કડક નિર્દકોને પગલે તથા ના.પો.અધિક્ષક શ્રી રાજપીપળા ડીવીજનનાઓની કડક સુચના આધારે તથા પો.ઇન્સ શ્રી આર.એન.રાઠવાનાઓના માર્ગદર્શન હેઠળ રાજપીપળા પોલીસ સ્ટેશનના પો.સ.ઇશ્રી એમ.બી.વસાવા તથા સાથેના અ.હે.કો ચંપકભાઈ ફતેસીંગભાઈ બન ક૭૧ નાઓને મળેલ ચોકકસ બાતમી આધારે રાજપીપળા પૌ.સ્ટે વિસ્તારના મૌટભમરીથી સ્ટેન્ડથી પલસી ગામમાં જતા એપ્રોચ રૌડ બિતાડા ગામની સીમમાં વોચમાં હતા તે દરમ્યાન એક બજાજ કંપનીની મો.સા નં- GJ 22 D 2563 ની ઉપર બે ઇસમો દુધની કેનમાં ઈંગ્લીશ દારૂ ભરીને આવતા પોલીસની ગાડી જોઇને મો.સા સ્થળ મુકી બંને ઇસમો ફરાર થયા હતાં.

રાજપીપળા પોલીસે સદર મો.સા ની હુકમા ભરાવૈલ દુધની કેનમાં જોતા ઈંગ્લીશ દારૂના કવાટરીયા નંગ 109 કિં. રૂ.10,900/- તથા દુધની કેનની કિ.રૂ.100/- તથા મો.સા ની કિ.રૂ. 20,000/મળી કુલ કિ.રૂ 31,000/-નો મુદામાલ પકડી લઇ બંને મો.સા સવાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ફરાર થયેલા બન્ને બુટલેગરોને ઝડપવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here