નર્મદા જીલ્લા કલેકટરનું જીલ્લાના પત્રકારો તરફથી સન્માન કરાયુ…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ચૂંટણી પંચ દ્વારા રાજ્ય વિધાનસભાની ચુંટણીઓ ની તારીખો ની જાહેરાત થતાં આજરોજ સાંજે નર્મદા કલેક્ટર કચેરી ના સભા ખંડ માં નર્મદા જીલ્લા કલેકટર શ્વેતા ટેવતિયા ની અધ્યક્ષતા મા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું .
નર્મદા જીલ્લા કલેકટર તરિકે ની નિયુક્તિ થયાં બાદ પત્રકરો સાથે નર્મદા જીલ્લા કલેકટર શ્વેતા ટેવતિયા નો પ્રથમજ સંવાદ હોય પત્રકાર પરિષદમાં માં એક બીજાનો પરિચય આપ્યો હતો,અને નર્મદા જીલ્લા ના વરિષ્ઠ પત્રકાર અને પ્રેસ ક્લબ નર્મદા ના સેક્રેટરી આંશિક પઠાણ સહિત દૈનિક અખબાર સરદાર નો અવાજ ના માલિક અયાજ આરબે તમામ પત્રકારો વતી બુકે અર્પણ કરી નર્મદા જીલ્લા કલેકટર નું સ્વાગત કર્યું હતું , અને આવકાર્યા હતા.

આ પત્રકાર પરિષદમાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલ, મિડિયા નોડલ અઘિકારી વાય. આર.ગાદીવાળા, વરિષ્ઠ પત્રકાર તિલકવાડા ના છગનભાઇ વણકર, આશિક પઠાણ, અયાજ આરબ, ભરત ભાઇ શાહ, મુંતાઝીર શૈખ, જુનૈદ ખત્રી, આરીફ કુરેશી, ઇરફાન બલોચ, ગૌતમ વ્યાસ, ઇક્રારામ મલિક, કેવડીયા કોલોની ના ગૌતમ વ્યાસ, અનીશ બલુચી, ગરદેશ્વર નાં જયંતિ પરમાર, અંકુર ઋષિ, વિજયસિંહ વાંસિયા, વહાબ શૈખ, તિલકવાડા ના વસીમ મેમન સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here