નર્મદા જીલ્લામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય પોગ દિવસની ઉજવણી કરવામાં આવી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

અદાણી ફાઉન્ડેશન દ્વારા નર્મદા જીલ્લામાં ૨૦૧૮ થી ” પ્રોજેક્ટ સુપોષણની કામગીરી ચાલી રહી છે જે માં લોક જાગૃતિના વિવીધ કર્યોંમ પણ કારવામાં આવી રહ્યા છે સમુદાય સ્તરે સુપોષણ સંગીની બેનો કામગીરી કરી રહ્યા છે.

તા ૨૧/૬/૨૦૨૩ ના રોજ આતરશષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું જીલ્લા તથા તાલુકા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુપોષણ ટીમ તાલુકા સ્ટાફ તથા સંગીની બહેનો પણ સહભાગી થયા હતા. તેમજ ગ્રામ્ય સ્તરે સુપોષણ સંગીની બહેનો દ્વારા સમુદાયમાં લાભાર્થીઓ સાથે ખુબ સરસ રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સરકારી કર્મચારીઓ જેમકે ICDS ,ICSI CDSI ,CDS વિભાગ શિક્ષણ વિભાગ તથા બ્લોક હેલ્થ વિભાગ નો સંપૂર્ણ સહયોગ હતો, બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. સુમન યોગા ના કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા હતા.
અને પોગ દ્વારા વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા હતા અને શારીરિક તંદુરસ્તી માટે યોગ નું મહત્વ સમજાવવામાં આવ્યું
યોગના કુદરતી તથા અદભુત ફાયદાઓ લોકો સુધી પોચાડવામાં આવ્યા હતા. યોગ દ્વારા રોગો સામે કેવીરીતે રક્ષણ મેળવી શકાય છે તે પણ સમજાવવામાં આવ્યું યોગ કરવાથી લોકો તણાવ મુક્ત રહી શકાય
લોકોને પ્રકૃતિ સાથે જોડવા અને તેનાથી થતા ફાયદાઓ નું મહત્વ પણ યોગા દિવસ નિમિત્ત લોકો ને સમજાવવામાં આવ્યું હતું.

આમ અદાણી ફાઉન્દડેશન દ્વારા નર્મદા જીલ્લામાં તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પાયાથી કામગીરી હાથ ધરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરી સુપોષણ સંગીની દ્વારા સમાજમાં યોગ પ્રત્વે જાગૃતતા લાવવા માટે સક્રિય પ્રયત્ન કરવામાં આવ્યા અદાણી ફાઉન્ડેશન ના સક્રિય પ્રયત્ન તેમજ સરકારી કર્મચારીઓના સહ્યોગથી યોગા નું કાર્યક્ર્મ સફળ બન્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here