નર્મદા જીલ્લાના તિલકવાડાની વિવિધ શાળાઓમાં કિશોરી મેળો યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

દીકરીઓને આરોગ્ય, શિક્ષણ અને પોષણલક્ષી સમજ પુરી પાડવામાં આવી

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા ની વિવિધ શાળાઓમાં આયોજિત કિશોરી મેળામાં બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ દીકરીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે દીકરીઓને આરોગ્ય, શિક્ષણ અને પોષણલક્ષી માહિતી ઉપલબ્ધ કરાવીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે શિક્ષણ તેમજ રમત-ગમત ખાતે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ગરુડેશ્વર તાલુકા ખાતે પણ બેટી બચાવો, બેટી પઢાવો યોજના સંદર્ભે ઘરની બહાર બાલિકાઓના નામની નેમપ્લેટ લગાવીને એક પ્રેરક સંદેશ અપાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here