નર્મદા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકોની સુરક્ષાને કેન્દ્રસ્થાને રાખી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સાગબારાના ઉમાન ગામે બાળકો સહિત ગ્રામજનોને બાળ અધિકારો સહિત મહત્વના કાયદાઓની સમજ આપવામાં આવી

નર્મદા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સાગબારા તાલુકાના છેવાડાના ગામ ઉમાન ખાતે બાળકોની સુરક્ષા અને સલામતીને કેન્દ્રસ્થાને રાખીને જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયો હતો. આ પ્રસંગે કચેરીના સુરક્ષા અધિકારી ત્રિભુવનભાઈ મકવાણા અને મહેન્દ્રભાઈ વસાવા દ્વારા બાળકો, લાભાર્થીઓ સહિત ગ્રામજનોને યોજનાકીય અને કાયદાકીય સમજ પુરી પાડવામાં આવી હતી.

ઉમાન ગામે તાજેતરમાં યોજાયેલા જનજાગૃતિ કાર્યક્રમમાં ગ્રામજનો, લાભાર્થીઓને પોકસો એકટ, બાળ લગ્ન એકટ તેમજ નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ના મહત્વના કાયદાઓની સમજ આપવામાં આવી હતી. જ્યાં સરપંચશ્રી, શિક્ષકો, આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કર બહેનો તેમજ મોટી સંખ્યામાં ગામની મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here