નર્મદા જિલ્લામાં તા.૨૯ મી ના રોજ ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા કુલ પોઝિટિવ દર્દીનો આંક 4240 ઉપર પહોંચ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ ;-

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૦ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૦૩ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૧૧ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨, હોમ આઇસોલેશનમા ૧૪૦ દરદીઓ, CHC ખાતે ૦૩ દરદીઓ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૨૨ દરદીઓ સહિત કુલ-૧૮૮ દરદીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૯,૭૯૮ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૨૬૩ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા.૨૯ મી મે, ૨૦૨૧ ના રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૫ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૪ સહિત કુલ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે સાથે કોરોના પોઝિટિવ દર્દી ઓ જીલ્લા મા વધી ને 4240 થયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૦ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલાં ૦૩ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૪૦ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૧૧ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨, CHC ખાતે ૦૩ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૨૨ દરદીઓ સહિત કુલ-૧૮૮ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૭૭૧ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬૬૨ સહિત કુલ-૧૪૩૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા.૨૯ મી મે, ૨૦૨૧ ના રોજ કન્ફર્મ કોવિડ ડેથ-૦૧ દરદીનું મૃત્યુ થયેલ છે. આજદિન સુધી શંકાસ્પદ-૮૯, કોવિડ ડેથ વીથ કોમોર્બીડીટી-૩૦ અને કન્ફર્મ કોવિડ ડેથ-૧૮ દરદીઓના મૃત્યુ નોંધાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૯ મી મે, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૯,૭૯૮ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી,તાવ, ઝાડાના દરદીઓ સહિત કુલ-૨૬૩ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૯૮૪૬ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૫૪૪૯૧ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here