નર્મદા જિલ્લાના જીતનગરનો કડિયાકામ કરતો આદિવાસી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના ઘરનો માલિક બન્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકોના મકાન બનાવતો આદીવાસી જ્યારે પોતાના મકાન નો માલિક સરકારી યોજના હેઠળ બનતા પરિવાર મા અનેરો આનંદ

નર્મદા જીલ્લા ના જીતનગર ખાતે રહેતો ગરીબ આદિવાસી
નિકુલભાઈ વસાવા કડિયાકામ કરે છે, અને પોતાના પરિવાર નું ભરણ પોષણ કરી રહયો છે, તેણે અનેક પરિવારો ના ઘર ચણ્યા. એટલે કે ઘરના સપનાને સાકાર કરવામાં મદદ કરી. પણ જ્યારે તેમને પોતાનું ઘરના ઘરનું સપનું સાકાર કરવું હતું ત્યારે આર્થિક સગવડનો પ્રશ્ન આવ્યો. આ સમયે તેની વહારે આવી પ્રધાનમંત્રી આવાસ યોજના.

તો ચાલો, જોઈએ અને વાંચીએ વસાવા દંપતિ ના પોતાના ઘર ના માલિક બનવાના સ્વપ્ન સાકાર થયાની કહાની…

નર્મદાના જીતનગરમાં રહેતા કલ્પનાબહેન અને નિકુલભાઈ કડિયાકામ કરે છે. આવક મર્યાદિત એટલે પોતાનું પાકું મકાન નહોતું. ચોમાસામા ઘરમાં પાણી પડતું. તકલીફોનો પાર ન હતો. અને ક્યારે પોતાનું પાકું મકાન થશે ના પરિવાર સ્વપ્ન જોતા હતા તેવામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાએ તેમનું જીવન બદલ્યું, અને પોતાની માલિકી ના પાકા મકાન મા રહેતા થયા.

કલ્પનાબહેન વસાવા એ આ મામલે જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મળ્યો એ પહેલા અમે કાચા ઘરમાં રહેતા હતા તો ઘણી તકલીફ પડતી હતી, વરસાદ, પાણી ઘરમાં પડતું હતું, ઘરમાં પાણી ભરાઈ જતું, ઘરમાં મુકેલી વસ્તુ પણ બગડી જાય, ઘરમાં પાણી ભરાતા તો ઘરમાં મચ્છર ભરાઈ જાય તેનાથી ઘરના સદસ્યો બધા બિમાર થઈ જાય, હાલમાં નવું મકાન બાંધ્યું તેમાંથી અમને ઘણી રાહત મળી છે. હવે આ નાનકડું પરિવાર ખુશ છે. સલામત છે. તેમના ચહેરા પરનું સ્મિત એ વાતની સાક્ષી પૂરે છે.

નિકુલભાઈ વસાવા, લાભાર્થી, પ્રધાનમંત્રી આવાસ યોજના નાઓ એ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે
મને પહેલો તબક્કો તીસ હજારનો આપ્યો, બીજો તબક્કો પચાસ હજારનો આપ્યો અને છેલ્લો હપતો મને ચાલીસ હજારનો આપ્યો એ પ્રમાણે મારું ઘર પાકું બની ગયું , અને અપરંપાર સુખ નો અનુભવ થયો, કારણ હું અત્યાર સુધી લોકો ના જ ઘર બનાવતો હતો, પોતાનું ઘર બનતા આનંદ થાય એ સ્વભાવિક છે.

આમ પ્રધાનમંત્રી આવાસ યોજનાએ ગરીબ આદિવાસી વસાવા દંપત્તિની જેમ અનેક પરિવારોનું આવાસની આકાંક્ષાઓ પૂર્ણ કરી છે.
પીએમ આવાસ યોજનાથી લાખો પરિવારો ને પોતાના સ્વપ્ન નુ ઘર મળ્યું છે,
નર્મદા જીલ્લા ના જીતનગર ના આદિવાસી દંપતિને સપનાનું ઘર પાકું મકાન થતાં સમસ્યાઓમાંથીમુક્તિ. મળી , તેઓને એક લાખ વીસ હજારની મકાન બાધકમ માટે સહાય મળતા પ્રધાનમંત્રી આવાસ યોજના થકી તેઓનું જીવન બદલાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here