નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ અને નર્મદા સુગર ચેરમેન ની સોશીયલ મિડીયા મા વાયરલ વિડિયો અંગે સ્પષ્ટતા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ભારતિય જનતા પાર્ટીની ઇમેજ બગાડવાનું હીન કૃત્ય : ઘનશ્યામ પટેલ

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનારી હોય ને વિડીયો વાયરલ વિરોધીઓ ફાવસે નહીં

નર્મદા જીલ્લામા છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમા ઠંડક પ્રસરી છે પરંતુ રાજકીય ક્ષેત્રે નર્મદા જીલ્લાના નવનિયુક્ત પ્રમુખ ઘનશ્યામ પટેલના એક કાર્યક્રમમા પોતાના પક્ષનાજ કાર્યકરો સાથે મોજ મસ્તી કરી ડાન્સ કરતા વિડિયો સોશીયલ મિડીયામા વાયરલ થતા સમગ્ર જીલ્લામા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

નર્મદા સુગર ફેક્ટરીના સંચાલક મંડળના ચેરમેન સહિત ભરુચ દુધધારા ડેરીના સંચાલક મંડળના ચેરમેનની જવાબદારી સંભાળતા ઘનશ્યામ પટેલની હાલમાંજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જીલ્લા પ્રમુખ તરીકે નિયુક્તી કરવામાં આવી છે. નિયુક્તિ થયાના થોડા સમયમાંજ તેમના એક વિડીયોને સોશીયલ મિડીયામા વાયરલ કરી તેમની સ્વચ્છ છબીને બદનામ કરવાની સાજીસ રચવામાં આવી હોવાનું સમગ્ર જીલ્લામા ભારે ચર્ચાસ્પદ બનેલ છે. આ મામલે આજરોજ ઘનશ્યામ પટેલે પત્રકાર પરિષદ બોલાવી પોતાના ચાર પાંચ વર્ષ જુના વિડિયો અંગે સ્પષ્ટતા કરી હતી, અને સમગ્ર પ્રકરણને વિરોધીઓની બાલીસ હરકત ગણાવી હતી.

એ. પી. એમ. સી. ખાતે બોલાવેલ પત્રકાર પરિષદમાં નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સાથે મહામંત્રી નીલ રાવ ઉપપ્રમુખ પંકજ વ્યાસ, તાલુકા પ્રમુખ અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે 2016 માં કાયાવરોહણ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોની એક પરશિક્ષણ શિબિર યોજાઈ હતી તે પ્રસંગનો આ વાયરલ વિડિયો પોતાની તેમજ પક્ષની છબી બદનામ કરવા માટેનો એક પ્રયાસ છે, કાયાવરોહણ ખાતે સંગીત સંધ્યાના કાર્યકર્મમાશ્રી શ્રી રવિશંકરની ધુન ઉપર પક્ષના કાર્યકરો ઝુમયા હતા ત્યારનો છે. આ વિડિયો વાયરલ કરવા પાછળ તેઓએ પોતાના વિરોધીઓ ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો. પોતે કોરોના પોઝિટિવ આવતા 14 દિવસ કોરેનટાઇન થયા હતા અને પક્ષ પ્રમુખ બન્યા બાદ કોઈ પાર્ટિ કે સર્ટી કરવામાં આવી નહોવાનું તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું .

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ઓની ચૂંટણી ઓ આગામી દિવસોમાં યોજાનાર છે ત્યારે પક્ષને બદનામ કરવા માટે ષડયંત્ર રચાયો હોય તેમ છતાં નગરપાલિકા અને જીલ્લા પંચાયતો તેમજ તાલુકા પંચાયતોમા ભાજપાનો જ વિજય થસેનો પણ દાવો કર્યો હતો.

સોશીયલ મિડીયામા વાયરલ વિડિયો અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું અને આ વિડિયો વાયરલ કરનારા તત્વો ને ખુલ્લા પાડવાનો આશાવાદ પોલીસ વિભાગ પાસે વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here