નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પ્રશ્નોના સમયસર, ઝડપી અને સુચારું ઉકેલ સાથે પ્રજાજનોને લોકાભિમુખ વહિવટની પ્રતિતિ કરાવવા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાનો અનુરોધ

રાજપીપળા ના ધારાસભ્ય પી. ડી. વસાવા તરફ થી વિવિઘ વિકાસ લક્ષી પ્રશ્નો ના નિરાકરણ લાવવા ની સુચના

નર્મદા જિલ્લામાં તા.૩૧ મી ઓકટોબર સુધીના સમયગાળા દરમિયાન જિલ્લાના એકતાનગર ખાતે કેન્દ્રીય-રાજ્યકક્ષાની થનારી વિવિધ અગત્યની ઇવેન્ટ-કાર્યક્રમોને અનુલક્ષીને ટીમ નર્મદાને સાવધ રહી સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ સુપેરે નિભાવવા ની સૂચના

નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજુ થતા પ્રજાકીય જનસુખાકારીના અગત્યના પ્રશ્નો અને રજૂઆતોને અગ્રતા આપીને તેના સમયસર, યોગ્ય, ત્વરિત-ઝડપી અને સુચારું ઉકેલ લાવવાની સાથે જે તે પ્રશ્નોને રજુઆતોના ઉકેલ અંગે જનપ્રતિનિધિ ઓને સમયસર જાણકારી મળી રહે તે સુનિશ્વિત કરવાની સાથે પ્રજાજનોને લોકાભિમુખ વહિવટની પ્રતિતિ થાય તે જોવાનો “ટીમ નર્મદા” ને ખાસ અનુરોધ કર્યો હતો.

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધી, સંખ્યાધિક અધિક કલેકટર સી.એલ.પટેલ, પ્રાંત અધિકારી શૈલેષભાઇ ગોકલાણી અને આનંદ ઉકાણી, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાન, SOUADTGA ઓથોરિટીના નાયબ કલેકટર શિવમ બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી સુધાબેન વસાવા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જિલ્લા સંકલન સમિતિમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના ઉકેલની દિશાના પ્રગતિ અહેવાલ સહિત અગાઉના જૂના જે-તે પ્રશ્નો-કામો પૂર્ણ થયેથી તેનો સંપૂર્ણ અહેવાલ જિલ્લા કલેક્ટરાલયને મોકલવાની સૂચના આપી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય પી.ડી.વસાવા તરફથી રજુ કરાયેલા જુદા જુદા વિભાગોને લગતા પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરાઇ હતી અને જે તે પ્રશ્નોના ઉકેલ સંદર્ભે જરૂરી વિગતોથી ધારાસભ્ય ને વાકેફ કરવાની સાથે નિકાલ માટેના પ્રગતિ હેઠળના બાકી પ્રશ્નોના ઉકેલ સંદર્ભે સંબંધિત અમલીકારીઓને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આ બેઠકમાં જુદા-જુદા સરકારી વિભાગો વચ્ચેના આંતરિક વહિવટી બાબતોના ઉકેલ અંગે પણ ચર્ચા-વિચારણા કરાઇ હતી અને તેના ઉકેલ સંદર્ભે પણ જે તે વિભાગને જરૂરી સૂચનાઓ અપાઇ હતી.

નર્મદા જિલ્લામાં તા.૩૧ મી ઓકટોબર,૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન એકતાનગર ખાતે કેન્દ્રીય-રાજ્યકક્ષાના અનેકવિધ ખુબ જ અગત્યની અને મહત્વની યોજાનારી ઇવેન્ટ-કાર્યક્રમોને અનુલક્ષીને ટીમ નર્મદાના તમામ અમલીકરણ અધિકારીઓ અને તેમના તાબા હેઠળના તમામ અધિકારી/કર્મચારીઓને ખુબ જ સાવધ રહીને તેમને સોંપનારી ફરજો અને જવાબદારીઓ સુપેરે પાર પાડવા અને તેમાં કોઇ પણ જાતની કચાસ કે ઢીલાસ ન રહે તેની ચોકસાઇ અને કાળજી રાખાવા પણ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ “ટીમ નર્મદા” ને ભારપૂર્વકની હિમાયત સાથે ખાસ સૂચના આપી હતી.

આ બેઠકમાં તુમાર સેન્સસ, બાકી કાગળો, કર્મચારીઓના ઉચ્ચત્તર પગાર ધોરણોના બાકી કેસો, નિવૃત્ત થનાર કર્મચારીઓના બાકી પેન્શન કેસો, કર્મચારીઓની સિનિયોરીટી યાદી, અધિકારી/કર્મચારીઓના બાકી ખાનગી અહેવાલો, કર્મચારીઓને કાયમી કરવા, કર્મચારી સામેના પડતર પ્રાથમિક તપાસ અને ખાતાકિય તપાસના કેસો, નાગરિક અધિકાર પત્ર હેઠળ મળેલી અરજીઓ, બાકી સરકારી લેણાની વસૂલાત, રેકર્ડ વર્ગીકરણ વગેરે જેવી બાબતો અંગે પણ ચર્ચા-વિચારણા સાથે જરૂરી સમીક્ષા કરાઇ હતી. અને સરકારી બાકી લેનાની વસૂલાત ઝુંબેશરૂપે હાથ ધરી આ કામગીરી ઘનિષ્ઠ બનાવવા સૂચના અપાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here