સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ દ્વારા ઓનલાઈન નિબંધ સ્પર્ધા યોજાઈ….

મોરવા (હ),

પ્રતિનિધિ :- વીનુંભાઈ બામણીયા

હાલમાં ચાલી રહેલા કોવિડ-19 ના કહેરના સમયમાં વર્ગશિક્ષણકાર્ય બંધ છે આવા સમયે વિધાર્થીઓને વિવિધ માધ્યમો દ્વારા શિક્ષણ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ દ્વારા વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે માનસિક શાંતિ માટે મનોવિજ્ઞાન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે આ ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ દ્વારા વિધાર્થીઓ સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. આ અંતર્ગત તાજેતરમાં ઓનલાઈન નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં “મારું ગુજરાત આગવું ગુજરાત ” વિષય ઉપર વિધાર્થીઓએ નિબંધો લખીને મેઈલ દ્વારા મોકલ્યા હતા આ સ્પર્ધામાં મોટી સઁખ્યામાં વિધાર્થીઓ સહભાગી થયા હતા.
આ નિબંધોના નિર્ણાયક તરીકે મોરવા કોલેજના અધ્યાપક ડૉ રાજેશ વણકર, મોડેલ શાળા મોરવાના શિક્ષક શ્રી મયુર ડામોર પરિવેશ સામયિકના સંપાદક શ્રી વિનુ બામણિયાએ સેવાઓ આપી હતી કોલેજના મોટી સંખ્યામાં સહભાગી વિદ્યાર્થીઓમાંથી પ્રથમ ક્રમે કિશોરી લક્ષ્મીબેન ,બીજા ક્રમે પરમાર વિજય, ત્રીજા ક્રમે હસુમતી બારીયા વિજેતા જાહેર થયા હતા. તેઓને ગુજરાત સરકારની સપ્તધારા પ્રવૃત્તિ અંતર્ગત અનુક્રમે 1000,500 અને 300 રૂપિયાનું ઇનામ તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવશે એવું અખબારી નિવેદન કોલેજના આચાર્યશ્રી ડૉ કે જી છાયાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here