ધો.10 માં 3864 વિદ્યાર્થીઓનું 100 % પરિણામ મેળવવા વિજ્ઞાન – ગણિત શિક્ષકોની બી.આર.સી.ભવન શહેરા ખાતે આયોજન બેઠક યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

“રાષ્ટ્રિય આવિષ્કાર અભિયાન” અંતર્ગત મોડ્યુલ નિર્માણ તેમજ ધો.10 માં 3864 વિદ્યાર્થીઓનું 100 % પરિણામ લાવવા તેમજ ધો.9 ના 4507 વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે વિજ્ઞાન – ગણિત શિક્ષકોની બી.આર.સી.ભવન, શહેરા ખાતે બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ. જે અંતર્ગત શહેરા તાલુકાના 22 ની 40 માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના 65 જેટલા પ્રતિભા સંપન્ન શિક્ષકોના સહકારથી મોડ્યુલ નિર્માણ આયોજન કરવાનું આવ્યું હતું. જેમાં તમામ શિક્ષકોને 9 તેમજ 10 ના વિજ્ઞાન ગણિત વિષયના વ્યક્તિ ગત એકમની ફાળવણી કરવામાં આવી હતી. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા પ્રમાણે શહેરા તાલુકાની માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન ગણિત વિષયમાં નવોચાર કરતા શિક્ષકોનું એક વિષયવાર સર્કલ નિર્માણ કરવામાં આવ્યું હતું. જેના આધારે વર્તમાન સમયે વિદ્યાર્થીઓને કોરોનાના કારણે થયેલ લર્નિંગ લોસને પહોંચી વળવા શૈક્ષણિક પ્રવૃત્તિ આધારિત સાહિત્ય નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શૈક્ષણિક પ્રક્રિયામાં અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાને લઈ તેમજ બાળકોની શીખવાની વર્તુણાંક, રૂચી, જીજ્ઞાશા અને પ્રેરણારૂપ બાબતોને ધ્યાને લઈ સાહિત્ય નિર્માણ કરવામાં આવશે. ખાસ કરીને બેઝિક તેમજ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખી તમામ એકમનું સાહિત્ય તૈયાર કરવામાં આવશે. વિષયવાર ટીચર સર્કલ દ્વારા શૈક્ષણિક સંશોધન તેમજ એક્શન રીસર્ચ, નવીન પ્રેક્ટિસ યોજવા તેમજ બાળકો અને શિક્ષકોને ઉપયોગી બની શકે તેવું પુસ્તક તૈયાર કરી શાળાઓને બ્રોશર સ્વરૂપે આપવામાં આવશે. સૌને ટેકનોલોજીના માધ્યમથી જોડવા ડૉ.કલ્પેશ આર.પરમારે Google Docs નું વિગતે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મોડ્યુલ નિર્માણ કરવા માટે 3 ઉદાહરણ ડીઝીટલ માધ્યમથી નિદર્શન કરાવ્યા હતા. “રાષ્ટ્રિય આવિષ્કાર અભિયાન” અંતર્ગત માર્ગદર્શન તેમજ આયોજન સેમિનારમાં ઉપસ્થિત તમામ શિક્ષકોએ ઉત્તમ સાહિત્ય નિર્માણ કરવા આપેલ ખાત્રી તેમજ સહકાર આપવા બદલ સૌને હ્દયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર સંચાલન અને પેપરની બ્લ્યુ પ્રિન્ટ આધારે માર્ગદર્શન રાજર્ષિ કૃપા વિદ્યાલય, ગુણેલીના આચાર્ય ક્રિષ્ણપાલસિંહ પરમાર, શ્રી એસ.એસ.હાઈસ્કૂલ અને એસ.એસ.વિદ્યામંદિર મંગલીયાણાના મદદનીશ શિક્ષક ચેતનકુમાર પ્રજાપતિ તેમજ શ્રી એન.એમ.વિદ્યામંદિર, વાઘજીપુરના મદદનીશ શિક્ષક ચેતનભાઈ દરજી તેમજ આભાર વિધિ ધી નવચેતન ઈંગ્લીશ બાહી હાઈસ્કૂલના આચાર્ય કિરણસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. મિટિંગ દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here