શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામના લોકો સાથે સરકારની લોકો પ્રત્યેની અસંવેદના બાબતે સંવાદ કરવામાંં આવ્યો

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

મોંઘવારીના ખપ્પરમાં હોમાતી જનતા વચ્ચે સરકાર સંવેદના ઉત્સવ મનાવે છે અને આનંદ લે છે. આ સરકારની લોકો પ્રત્યેની અસંવેદના છે:
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા હાલ વિવિધ પ્રકારના દિવસો ઉજવવામાં આવી રહ્યા છે, આજે તેઓ સંવેદના દિવસ ઉજવી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે સરકારની નિષ્ફળતા અને લોકો પ્રત્યેના તેમના વ્યવહાર, વ્યવસ્થા, સેવા અને સુવિધાના કારણે જે સ્થિતિ ઉભી થઈ છે તે જોતાં અસંવેદના દિવસ તરીકે આપણે જોવો જોઈએ તે સંદર્ભે શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામે પાર્ટીના કાર્યકરો દ્વારા ગામ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો અને સરકારની લોકો પ્રત્યેની સંવેદના છે કે અસંવેદના ! તે બાબતે સંવાદ કરતા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ મોંઘવારી અને કોરોના મહામારી બાબતે સરકારનું આજે શું વલણ છે તે આપણે જોઈએ છીએ. આને તેથી સ્પષ્ટ સાબિત થાય છે કે આ સરકાર લોકો પ્રત્યે અસંવેદનશીલ છે તેથી અમે સરકારના સંવેદના દિવસ ઉત્સવનો વિરોધ કરીએ છીએ.
આજે મોંઘવારીમાં દરેક ઘરનું બજેટ ખોરવાયું છે, લોકો મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે, જનતા દુઃખી છે ત્યારે સરકાર સંવેદના ઉત્સવ ઉજવણી કરી રહી છે અને આનંદ મનાવી રહી છે આ ઉત્સવ લોકો પ્રત્યેની તેમની  કેટલી અસંવેદના છે તે સાબિત કરે છે. એમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ લોક સંવાદ કર્યો.
શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછીએ કિસાનોની સમસ્યા બાબતે અને સ્થાનિક સમસ્યાઓ બાબતે ચર્ચા કરી હતી.
જિલ્લા સંગઠન મંત્રી શ્રી દર્શન વ્યાસે ગામના નવ યુવાન હર્ષદભાઈ માછીને શહેરા તાલુકા મહામંત્રી તરીકે નિમણૂંક કરી જાહેરાત કરવામાં આવી.
ગામમાંથી આગેવાન નાગરિકો સાથે નવ યુવાનો અને બહેનોએ હાજરી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here