ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે “૧.૬૦ કરોડના ખર્ચે થનાર માર્ગોના નવીનીકરણના કામોનું અંબાવ ગામે ખાત મુર્હુત કરાયું…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

દર્ભાવતી – ડભોઈ મતવિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કુલ ૧.૬૦ કરોડના ખર્ચે ૫.૭૦ કિ.મી સુધીના વિવિધ રસ્તાઓના રિફ્રેસિંગ કરવાના કામોનું ખાતમુહૂર્ત ડભોઇ -દભૉવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટાના હસ્તે સ્થાનિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ડભોઇ તાલુકાના અંબાવ ગામ થી થુવાવી, અંબાવ થી પુડા- હાંસાપૂરાને જોડતા રોડ રિર્ફેસીંગ કરવા માટેની સ્થાનિક ગ્રામવાસીઓની માંગણી ઘણા લાંબા સમયથી હતી સાથે ગ્રામજનો ને ચોમાસા દરમિયાન ઘણી તકલીફો પડતી હોવાથી જેને ધ્યાનમાં લઇ પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષભાઈએ સરકાર શ્રી માં ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હતી તેના પરિણામે સરકારશ્રીમાંથી આ રસ્તાઓનું નવીનીકરણ કરવા માટે ૧.૬૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા જેથી આ ૫.૭૦ કિમી સુધી ના રસ્તાઓનું નવીનીકરણ થવાથી ગ્રામવાસીઓની સુવિધામાં ઉમેરો થશે પરિણામે ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ હતી.
જ્યારે સૌનો સાથ સૌનો વિકાસ અને સોના વિશ્વાસ ના સૂત્ર સાથે રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદહસ્તે આજરોજ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકીલ), ડભોઇ તાલુકા પંચાયત ઉપપ્રમુખ યજ્ઞેશ ચંદ્ર ઠાકોર,ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સ્થાનિક સરપંચશ્રીઓ ડભોઇ તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી અને સ્થાનિક ભાજપાના કાર્યકરો હોદ્દેદારો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here