ધાનપુર : ભોરવા વર્ગ પ્રાથમિક શાળાને ૩૩ વર્ષ પૂર્ણ થતાં શાળા સ્થાપન દિનની ઉજવણી કરાઈ

ધાનપુર, (દાહોદ) મોહન બારીયા :-

ગત રોજ તારીખ.૧૯.૧૨.૨૦૨૩ ના રોજ મોજે ભોરવા વર્ગ પ્રાથમિક શાળામાં શાળાની સ્થાપનાના ૩૩ વર્ષ પૂર્ણ થતાં શાળા સ્થાપન દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજ્જવળ સમયને વધાવવા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી જુવાનસિંહ પટેલ તથા પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય શ્રી બળવંતભાઈ સંગાડ તથા ગામના યુવા શ્રી સરપંચ કુમારી રીકુબેન સંગાડા તથા. BRC. ઓડિનેટર કુદનસિહ ઠાકોર સાહેબ તથા CRC.શ્રી રાજુભાઇ ચોહાણ સાહેબ તથા CRC શ્રી રાકેશભાઈ બારીયા સાહેબ સેન્ટર આચાર્ય શ્રી જેઠાભાઈ પટેલ સાહેબ તથા મોટી સંખ્યામાં ગ્રામ્યજનો સહીત ભૂતપૂર્વ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી નરપતસિહ એન મોહનીયાએ શાળાના સ્થાપનાની ઝાંખી રજુ કરી જુના દિવસો યાદ કર્યા હતા અને શાળાના સ્થાપક જમીન દાતા શ્રી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે હાલમાં નોકરી કરે છે તેમનું સન્માન કરવામાં આવ્યું તથા શાળાની બાલિકાઓ દ્વારા BRC સ્વાગત લોકગીત ગરબો ટીમલી કાઠીયાવાડી લોકનૃત્ય જેવા અનેક સંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા શાળાનો બર્થડે કેક પણ કાપવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી નરપતસિહ મોહનીયા સ્ટાફગણ મહેશભાઈ રાઠવા મુકેશભાઈ બારીયા ઈશ્વરભાઈ રિતેશભાઈ હેતલબેન ભારતીબેનને તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here