દારૂ તેમજ જુગારના અડ્ડા ચલાવનાર મહિલા આરોપીને પાસામાં ધકેલતિ તિલકવાડા પોલીસ

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ

પોલીસ અધિક્ષક નર્મદા નાઓ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો સામે સખત અટકાયતી પગલાં લેવાની સૂચના અનુસંધાને નર્મદા પોલીસ દ્વારા આવી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમોની પ્રવૃતિ ને ડામવા માટે સતત અને સખત અટકાયતી પગલાં લેતા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે

પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ તેમજ હિમકરસિંહ પોલીસ અધિક્ષક નર્મદાના માર્ગદર્શન અને સુચના મુજબ જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધ સખત અટકાયતી પગલાં લેવાના સુચના અને માર્ગદર્શન અનુસંધાને તિલકવાડા પોલીસ સ્ટેશનના P.S.I એમ બી વસાવા ના ઓએ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં પાસાના કેસ નંબર 01/2021 ના કામે મીનાબેન જગદિશ ભાઈ તડવી રહે દેવલ્યા તાલુકો તિલકવાડા ના વિરોધમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર ધારા મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોઈ જે ગુના માંટે તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા પાસાની દરખાસ્ત કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાનાઓ ને મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા દ્વારા પાસા મંજુર થતા મીનાબેન જગદીશભાઈ તડવી ને તિલકવાડા પોલીસ દ્વારા 16 2 2019 ના રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here