તિલકવાળાના શાહપુર ગામની સીમમાં વૃદ્ધની મોત કરંટ લાગવાથી થઈ હોવાનું સામે આવ્યું : ખેતર મલિક વિરૂદ્ધ ગુનો નોંધાયો

તિલકવાળા,(નર્મદા) વસીમ મેમણ :-

તિલકવાડા તાલુકાના વનમાલા ગામે રહેતા શનાભાઇ નાથવા ભાઈ ભીલ નાઓ મજૂરી કરીને જીવન ગુજારતા હતા ૧૪ સપ્ટેમ્બર ના રોજ તેઓ તડ્યા શાહપુર ગામની સીમમાં ગયા હતા તે દરમિયાન સીમ વિસ્તારમાં ઠાકોરભાઈ ભયજીભાઈ બારીયાના ખેતરના છેડા ઉપર ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી કે પછી કોઈ અગમ્ય કારણોસર તેઓ ઘટના સ્થળ પર મૃત્યુ પામ્યા હતા આ અંગે રહસ્ય ઘેરાયું હતું ત્યારે પોલીસે પ્રાથમિક તાપસ આધારે અકસ્માત મોત નો ગુનો દાખલ કર્યો હતો.

મરણ જનાર ના પી.એમ બાદ વૃદ્ધ નું મોત કરંટ લાગવાના કારણે થયું હોવાનું સામે આવતા મારણ જનાર ના પુત્ર ની ફરિયાદ મુજબ તિલકવાળા પોલિસે ખેતર મલિક ઠાકોરભાઈ ભયજીભાઈ બારીયા વિરુદ્ધ ખેતર ની ફરતે ઇલેક્ટ્રિક તારની વાળ કરી ઝટકા મશીન લગાવ્યું હોવાથી કરંટ ચાલુ હોય બેદરકારી ભર્યું ક્રુત્ય કરી આ કામના ફરીયાદીના પિતાને મોત નિપજાવ્યા બાબતે IPC કલમ ૩૦૪(અ) મુજબ ગુનો દાખલ કર્યો છે.

જોકે આ બાબતે બારીયા સમાજના આગેવાનો એ તિલકવાળા પીલીસ તેમજ મામલતદાર ને એક આવેદન આપ્યું હતું અને ઠાકોરભાઈ બારીયા ને ખોટી રીતે બદનામ કરાતા હોવાની પણ રાજુવાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here