“તમારા એક પ્રયાસથી કોઈ એક બાળકને શિક્ષણ મળશે”

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

*“ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે”*

રાઈટ ટુ એજ્યુકેશન એકટ –૨૦૦૯ ની જોગવાઈ મુજબ ૬ થી ૧૪ વયજૂથના તમામ બાળકો ધોરણ ૧ થી ૮નું ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. પરંતુ સામાજિક કે આર્થિક કારણોસર બાળક અધવચ્ચેથી શાળામાંથી ઉઠી જાય છે અથવા કદી શાળાએ દાખલ થયેલ નથી. કોવિડ –૧૯ ની પરીસ્થિતિ ને લીધે નામાંકન થયેલ નથી , આવા બાળકોને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરાવવા તેમજ ધોરણ-૮ અને ૯ પછી શિક્ષણ છોડી દીધેલ હોય અથવા ધો. ૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કરેલ ન હોય તેવા ૬ થી ૧૮ વય સુધીના તમામ બાળકો માટે સર્વે પ્રક્રીયા ૧૩ જુન ૨૦૨૨ થી ૨૫ જુન ૨૦૨૨ સુધી સર્વે હાથ ધરવામાં આવેલ છે. આવા બાળકની ઓળખ માટે જાહેર જનતાને જાગૃતતા કેળવવા તેમજ આવા બાળકોની ઓળખ માટે સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવે છે.
આપની આસપાસના વિસ્તારમા કે અન્ય વિસ્તારમાંથી કોઈ બાળક કોઈ કારણોસર કદી શાળાએ ગયેલ ન હોય તો આ બાળકની વિગત તમારી નજીકની સરકારી પ્રાથમિક શાળામાં સંપર્ક કરવા વિનંતિ કરવામાં આવે છે. આપના એક પ્રયાસથી કોઈ એક બાળકને શિક્ષણ મળશે તથા ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે. આ સાથે વધુ માહિતી માટે સર્વ શિક્ષા અભિયાન, પંચમહાલ – ગોધરા કચેરીના ટોલ ફી નંબર ૧૮૦૦-૨૩૩-૨૪૧૭ પર સંપર્ક કરવા વિનંતિ છે તેવું જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી શ્રી પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here