કાલોલ વિધાનસભાના ‘આપ’ ના કાર્યકરોની સન્માન બેઠક શ્રી આપેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં યોજાઇ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ભાજપને ભર જુવાનીમાં ભ્રષ્ટાચાર નામનો અસાધ્ય રોગ થયો છે તેથી લોકો હવે તેને દુર કરવા માંગે છે: દિનેશ બારીઆ

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા તાજેતરમાં પદાધિકારીઓની નિયુક્ત કરવામાં આવી છે આ નવ નિયુક્ત પદાધિકારીઓની સપથ વિધિ પણ અમદાવાદ ખાતે યોજાઇ હતી. હવે દરેક વિધાનસભા દીઠ કાર્યકરો સાથે સન્માન કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ કાલોલ વિધાનસભા બેઠક પર કાર્યકરો દ્વારા નવ નિયુક્ત પદાધિકારીઓના સન્માન માટે પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં શ્રી આપેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં બેઠક યોજાઇ હતી. પચાસ જેટલા ગામો માંથી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસ, કાલોલ વિધાનસભા સંગઠન મંત્રી ઉત્સવ પટેલ, અરવિંદભાઈ બારીઆ, જગદીશભાઈ પરમાર, વિજયભાઈ રાવલ તથા હાલોલ વિધાનસભા સંગઠન મંત્રી ભરત રાઠવા તથા દિનેશ યાદવ તેમજ ગોધરા વિધાનસભાના સંગઠન મંત્રી અજય વસંતાણીનું સન્માન કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.
લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને પાર્ટીની કામગીરી કેવી રીતે કરવી તેના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, દરેક કાર્યકરે પોતાના તેમજ આજુબાજુના ગામોમાં જઈને લોકસંપર્ક વધારેમાં વધારે કરવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે, હવે લોકો આમ આદમી પાર્ટીને આવકારી રહ્યા છે, સમર્થન કરી રહ્યા છે. કારણ કે ભાજપને ભર જુવાનીમાં ભ્રષ્ટાચાર નામનો અસાધ્ય રોગ થયો છે જેથી લોકો ભ્રષ્ટાચાર રુપી રોગથી પીડાતા ભાજપને દુર કરવા નક્કી કર્યું હોય એવું સ્પષ્ટ દેખાય છે. વધુમાં જણાવ્યું હતું કે દરેક કાર્યકરે પોતાની પાર્ટી લક્ષી કામગીરી સોશિયલ મીડિયામાં શેર કરવી જોઈએ જેથી હજારો લોકો સુધી તમારી કામગીરી પહોંચે અને જાણે. આ એક પ્રકારે પ્રચારનો ભાગ છે જેથી નિયમિત આ કામગીરી કરવા, સતત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આજની આ બેઠકમાં અજયસિંહ ચૌહાણ, રાજેન્દ્રસિંહ રાઠોડ, મુસ્તાકભાઇ શેખ, લાલાભાઈ બારોટ, રુપેશ પટેલ, અનિલ સોલંકી, જગદીશ બારીઆ, પ્રવિણભાઇ બારીઆ, કિશોર ઠાકોર, નરેન્દ્ર ચૌહાણ, સુરેશ શર્મા, અરવિંદભાઈ પટેલ સહિતના પચાસ જેટલા અલગ અલગ ગામના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here