ચપ્પલ બનાવી અરવલ્લીના ટિંટોઈની મહિલાઓએ કાપ્યો સફળતા સુધીનો પથ

મોડાસા,(અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

અરવલ્લીના મોડાસા તાલુકાના ટિંટોઇની મહિલોએ ચપ્પલ બનાવી સર્જ્યો ચમત્કાર

અરવલ્લીના ટિંટોઇમાં રહેતા જ્યોત્સનાબેન સોલંકીએ 10 જેટલી મહિલાઓને લઇને પરમહંસ સખીમંડળની શરૂઆત કરી.સરકાર અને બેંકની મદદથી તમે લોન પણ આપવામાં આવી. આ લોનના પૈસાનો ઉપયોગ કરી તેમણે હવાઈ ચપ્પલ બનાવી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી. આ ચપ્પલ આ મહિલાઓ જાતે જ પોતાના ઘરે બનાવે છે અને વેચાણ કરે છે.

આ તમામ વસ્તુનું વેચાણ કરી તેઓ વાર્ષિક 3 લાખ જેટલી આવક મેળવે છે. આવક મેળવવાની સાથે આજે તે ગામની અન્ય મહિલાઓને પણ રોજગાર અને પ્રોત્સાહન પૂરૂ પાડે છે. જ્યોત્સના બેને સરકારનો આભાર માનતા જણાવ્યુકે અમે લોકોને ચપ્પલ પહેરાવી અમારી સફળતાનો માર્ગ નક્કી કર્યો છે. સરકાર અને તંત્રનો ખૂબ આભાર કે તેમણે અમારા જેવી મહિલાઓને સહાય અને પ્રોત્સાહન પૂરું પાડ્યું જેથી આજે અમે આત્મનિર્ભર બની શક્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here