ડભોઈ પંથક અને તાલુકામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો વેપારીઓ સહિત ઉત્સવ પ્રેમી પ્રજા ચિંતાતુર

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ઉનાળાની ગરમીની ઋતુમાં એકાએક વાતાવરણને પલટો મારતા ડભોઇ શહેર તાલુકા પંથકમાં ભારે પવન ફુંકાતા ખેડૂતોમાં ભાગદોડ મચી જવા પામી હતી જ્યારે બીજી બાજુ આજે હોળી પ્રગટાવવાનો દિવસ હોય ભક્તજનોમાં નિરાશા જોવા મળી હતી.
માર્ચ મહિનાના ઉનાળાને સખ્ત ગરમીની ઋતુમાં બપોર પછી વાતાવરણમાં એકા એક પલટો આવતા ભારે પવન ની સાથે માવઠું થવાના એધાણ દેખાવાના કારણે ખેડૂતોમાં ભાગદોડ મચી જવા પામી હતી જ્યારે બીજી બાજુ આજે હોળીનો પર્વ હોય હોળી પ્રગટાવવા ભક્તજનો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા વાતાવરણ માં એકાએક બદલાવ આવવાના કારણે અન્ય ધંધા રોજગારમાં પણ અસર પડી હતી ત્યારે કુદરતનો ખેલ કોઈ સમજી ન શકે મન ફાવે ત્યારે વાતાવરણ પલટી નાખે અને કુદરતની મરજી વગર પત્તું પણ હાલી ન શકે તે કહેવત સાબિત કરતું કુદરત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here