ડભોઈ તાલુકાના સીતપુર અને કાયાવરોહણ ગામે ઈ શ્રમ કેમ્પની મુલાકાત લેતા ડભોઇ નાયબ કલેકટર શિવાની ગોયલ… અધિકારીઓ સાથે સમીક્ષા કરાઇ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજરોજ ડભોઈ તાલુકાના સીતપુર અને કાયાવરોહણ ગામે ઈ શ્રમ કાર્ડની નોંધણી માટે નો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઈ શ્રમ કાર્ડ નોંધણી કેમ્પનું જાત નિરીક્ષણ ડભોઇ મદદનીશ કલેકટર દ્વારા કરાયું હતું.સાથે ઈ શ્રમિક કાર્ડ કામગીરી માં રોકાયેલ અધિકારી કર્મચારીઓ સાથે સમીક્ષા કરાઇ હતી.
ઈ શ્રમિક કાર્ડ નોંધણી માટે અસંગઠિત શ્રમિકો જેમકે ખેતી,ઘરેલું કામદાર રિક્ષા-ડ્રાઇવર, દૂધ મંડળીના સભ્ય, વર્કર બહેનો ઉમર 16- 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ જ્યારે ઈ શ્રમિક રજીસ્ટ્રેશન માટે જરૂરી પુરાવા તરીકે (1)મોબાઈલ સાથે રાખો (2)આધારકાર્ડ (3)બેંક પાસબુક (4)વારસદારની વિગત, જન્મ તારીખ, સંબંધ નામ અને ઉ.દા આધારકાર્ડ ચૂંટણીકાર્ડ ઈ શ્રમ કાર્ડ નોંધણી કરાવનાર શ્રમિકો માટે લાભમાં આકસ્મિક મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે એવા કિસ્સામાં એક વર્ષ માટે રૂપિયા બે લાખની સહાય અને આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂપિયા એક લાખની સહાયનો લાભ મળશે આ અંગેની નોંધણી માટે દરેક ગામ ખાતે આવેલ VCE પાસે જઈને નોંધણી કરાવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here