ડભોઇ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રોજા ઇફતારી કીટનું વિતરણ કરાયું

ડભોઈ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગરમાં સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનાથ ગરીબો અને વિધવાઓને પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉપયોગમાં આવતી વસ્તુઓ જેવી કે અનાજ અને રોજા ઇફ્તારી કીટનું વિતરણ કરાયું

સમગ્ર ભારતભરમાં સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વેગવંતુ થયેલ છે અને તેની અલગ અલગ શહેરોમાં કેટલીક શાખાઓ અવિરત ચાલી રહી છે અને આ શાખાઓ દ્વારા અવિરતપણે સમાજની સેવા કરવાના કાર્યક્રમો યોજવામાં આવે છે.
જેમાં ડભોઇ નગર નિ સૈખુલ ઇસ્લામ શાખા સામેલ છે જેના ટ્રસ્ટ ના મેમ્બર હજરત સૈયદ મુજ્જુ બાપુ, હાજી શઈદભાઈ નુરેનજર,મકબુલભાઈ મુલ્લાં, સફીભાઈ મિર્ઝા ( ભો) મુન્નાભાઈ મલેક યુનુસભાઇ બોજ અને કાર્યકરો દ્વારા દરેક વર્ષની રીત મુજબ આ વર્ષે પણ રમજાન માસ નિમિત્તે કેટલીક અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આનો હેતુ કેવલ ગરીબો અનાથ અને વિધવાઓ તેમજ ની સહાય જરૂરતમંદ લોકોને મદદરૂપ થવાનું છે.
ડભોઇ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જરૂરત ના સમયે સેવાભાવી કાર્ય કરવામાં આવે છે જેમાં દરેક ધર્મના નિસહાય લોકોને ધાબળા વિતરણ રોકડ રકમની મદદ રોજગારની તકો આપવી મેડિકલ સહાય પૂરી પાડવી સાથે-સાથે અનાજનું પણ વિતરણ કરવામાં આવે છે જ્યારે સૈખુલઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ સૈયદ સાદાતો ને પણ લિલ્લાહ રકમમાંથી અનાજ અને રોજા ઇફતારીની કીટો આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here