ડભોઇ મહેતા પાર્ક ખાતે જશને વિલાદતે મોલા અલી રંગેચંગે ઉજવવામાં આવી

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇના મહેતા પાર્ક ખાતે આશીકે મોલા અલી સૈયદ બડેમીયા કાદરી શાને હુસેની કાદરી કમિટી દ્વારા વિલાદતે મોલા અલી ના મોકા પર નજરો નિયાજ અને તકરી પ્રોગ્રામ યોજી મોલા અલીની વિલાદત નો જશ્ન શાનો શોકત થી ઉજવાયો.
મુસલમાની તા. 13 રજ્જબ ના દિવસે જશને વિલાદત એ મોલા અલી ની શાનમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવેલ અકીદત મંદોને નજરો ન્યાજ થી મામુર કરાયા હતા જ્યારે આ કાર્યક્રમમાં સાદાતે કીરામ દ્વારા નાત શરીફ, જિક્ર,અને તકરિરી પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યા હતા.
સાથે મૌલા અલી ના વિલાદત ના જલસા માં એહલે બેત સાદાતે કીરામ ખલીફાએ સૈખૂલ ઇસ્લામ સૈયદ તાહિરૂલ કાદરી સાહેબ,મુખત્યાર બાપુ તેમ જ અન્ય સાદાતે કીરામ ઉપસ્થિત રહી જલસા ની શોભા વધારી હતી જ્યારે શાને હુસેની કાદરી કમિટીના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here