ડભોઇ તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોના ઉભા પાકને નુકશાન

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકા માં આ વર્ષે સારો વરસાદ થયો છે.ચોમાસા ની શરૂઆત માં લાગી રહ્યું હતું કે આ વર્ષ ચોમાસુ નિષ્ફળ જશે પરંતુ ભાદરવા મહિના ની શરૂઆત થતા જ મેઘરાજા મન મૂકી ને વરસ્યા અને સમગ્ર ગુજરાત સહિત ડભોઇ તાલુકા પાણી પાણી થઈ ગયું.જે બાદ હાલ એક અઠવાડિયા થી વરસાદ એ વિરામ લેતા લાગી રહ્યું હતું કે હવે ચોમસા એ વિદાય લીધી હશે પરંતુ ગત રોજ રવિવાર ના રોજ ભારે પવન સાથે એકાએક વરસાદ પડતાં ભારે પવન ને કારણે તાલુકા ના ખેડૂતો નો ઉભો પાક બગડી ગયો અને ખેડૂતો ની મહિનાઓ ની મહેનત પર પાણી ફરી વળ્યું.ચોમાસુ સારું થવાના કારણે પાક તો સારો થયો પરંતુ ગતરોજ ના ભારે પવન ને કારણે તમામ ઉભો પાક બગડી ગયો જેનું નુકશાન ખેડૂતો ને વેઠવાનો વારો આવ્યો છે.ડભોઇ તાલુકા ના કરનેટ,બોરીયાદ,કુકડ સહિત ના ગામો માં ખેડૂતો દ્વારા તૈયાર કરેલો પાક ગત રોજ ના પવન સાથે ના વરસાદ ને કારણે બગડી જતા ખેડૂતો ને વ્યાપક પ્રમાણ માં નુકશાન થતા સરકાર તેઓના નુકશાન નું સર્વે કરી વળતર ચૂકવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here