ડભોઇ તાલુકાના સીમડિયા જિલ્લા પંચાયત સિટ ઉપર આવતા ગામોમાં ધારાસભ્યના હસ્તે ચેકડેમનું ખાતમુહૂર્ત કરાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના સીમડિયા જિલ્લા પંચાયત સિટ ઉપર આવતા ગામો માટે સિંચાઈ નું પાણી મળી રહે તે માટે ચેકડેમો નિર્માણ કરવામાં આવ્યા છે આ ચેક ડેમનું ધારાસભ્ય શૈલેષભાઇ મહેતામાં વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

દર્ભાવતી(ડભોઈ) તાલુકાના સીમલીયા પંથકના પણસોલી, સુવાલજા, અકોટાદર, વઢવાણા, અમરેશ્વર, બંબોજ, નારણપુરા, ડાંગીવાડા લુણાદ્રા ગામોમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના- વોટરશેડ કોમ્પોન્ટ ૨.૦ અંતર્ગત જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા જમીન ધોવાણ અટકાવવા, પાણીનો સંગ્રહ, ખેત ઉત્પાદન વધારવા, લોકોનું જીવધોરણ ઉંચું લાવવું જેવી પ્રવૃત્તિઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. અને ૫.૮૭ કરોડના કામો આ યોજના થકી કરવામાં આવશે જે અંતર્ગત ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા દ્વારા એક ચેક ડેમ ની મુલાકાત કરી અને એક ચેકડેમનું ખાત મુર્હૂત તેમજ લોકાર્પણ કર્યું. આ બદલ આ પંથકના ખેડૂતો દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સાથે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ નડા રાકેશભાઈ અંબાલીયા ગામના સરપંચો , જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમના અધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here