ડભોઇ : આત્મિય યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, પત્રકાર મિત્રોનો સન્માન સમારંભ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે પત્રકારોને સમ્માનીત કરવામાં આવ્યા

ડભોઇ તાલુકાના નવાપુરા ગામે આત્મીય યુવા સંગઠન દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ, રાજકીય- સામાજિક કાર્યકરો, કલાકાર અને દેશની ચોથી જાગીર એવા પત્રકાર મિત્રોને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેનરાઠવા ના વરદ હસ્તે સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ સંગઠન દેશના નવ યુવાનો માટે વ્યસનમુક્તિ અભિયાન ચલાવી રહી છે . આ સંગઠન ૨૦૧૮થી કાર્યરત છે જેમાં આશરે ૨૧ હજાર જેટલા નવયુવાનો જોડાયેલા છે. નવ યુવાનો વ્યસનથી મુક્ત થાય અને પોતાના પરિવારને બચાવી શકે તેવા પ્રયત્નો આ સંગઠન દ્વારા હાથ ધરાયા છે. હાલમાં કોરોનાની મહામારીના સમયે માતાજી દ્વારા સૌનું રક્ષણ થાય તે માટે ખોડીયાર માતાના મંદિરે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહેમાનો સંગઠનના કાર્યકરો અને પત્રકાર મિત્રોએ ભેગા મળીને માતાજીની મહાઆરતી કરી સૌને કોરોના મુક્ત કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી.
છોટાઉદેપુર ના સંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દેશના નવયુવાન પેઢીને પ્રોત્સાહિત કરવા માટે વધુ ને વધુ પ્રયત્નશીલ છે. આત્મીય યુવા સંગઠનના પ્રમુખ કિશોરભાઈ પાટણવાડીયા એ દેશની ચોથી જાગીર એવા પત્રકાર મિત્રોને પડતી મુશ્કેલીઓ દૂર થાય અને સરકાર શ્રી દ્વારા આ પત્રકાર મિત્રો ને સરકારી લાભો મળે તે અંગેની રજૂઆત ગીતા સાંસદ ગીતાબેનરાઠવા દ્વારા સરકાર સુધી પહોંચાડવાની રજૂઆત કરી હતી.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ના મહામંત્રી ડૉ.બી.જે.બ્રહ્મભટ્ટ, ગુજરાત પ્રદેશ ભાજપાના કારોબારી ચેરમેન શશીકાંતભાઈ પટેલ, ડો. મહેન્દ્રભાઈ પટેલ, તેમજ આત્મીય યુવા સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ કનુભાઇ પટેલ અને આજની યુવા સંગઠનના નવ યુવાન કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here