નસવાડી : આકોનાના યુવાનની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા ચકચાર…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

કેનાલમાં તરતી લાશને વકીલોએ તરતી જોઈ બહાર કઢાવી

નસવાડી તાલુકાના આકોના ગામના માજી સરપંચ ના પુત્રની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવતા ચકચાર પામી છે અને નસવાડીના બે વકીલ કેસરપુરા ગામેથી પરત આવતા હતા અને અચાનક મેઈન કેનાલમાં એક લાશ તણાતી દેખાઈ હતી પણીમાં તરતી લાશ જોઈને નસવાડીના બંને વકીલો ત્રણ કિલોમીટર સુધી ગયા હતા ત્યાર બાદ આજુબાજુના ગામ લોકોને મહેનતાણું આપીને આ લાશ બહાર કાઢવાનું જણાવતા હતા આખરે કોલંબા નજીક બે યુવાનો લાશને આગળ જતી ના રહે તે માટે જીવ ના જોખમે કેનાલ માં કુદયા હતા અને જતી લાશને બહાર કાઢવામાં આવી હતી લાશ આકોના ગામના માજી સરપંચ મહેશ ભાઈ ભીલ ના પુત્ર ની હતી જે એકવીસ વર્ષ નો હતો તેનું નામ નિમેશભાઈ ઉર્ફે લાલો તરીકે ઓળખાતા હતા તેની લાશ હોવાનું બહાર આવ્યું છે નસવાડીના વકીલોએ તરતજ નસવાડી પોલીસ અને માજી સરપંચ ને જાણ કરી હતી અને વધુમાં વિગત મળી કે મહેશભીલ નો પુત્ર સવારે તેના માતા પિતા ને મંદિર જવ છુ કહી નીકળ્યો હતો અને આજુ બાજુ ના લોકો એ જણાવ્યું હતું કે રતનપુરા કેનાલ પર બેસી તેણે નાસ્તો પણ કર્યો હતો આ બાબતે નસવાડી પોલિસે અકસ્માત નો ગુનો નોંધી સરકારી દવાખાનામાં લાશનું પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here