ડભોઇ અને તાલુકાના પશુપાલક ખેડૂતો માટે પશુ શિબિરનું આયોજન કરાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ સત્તરગામ પટેલ વાડી ખાતે તાલુકા કક્ષાનો પશુપાલન તાલીમ શિબિર યોજાઈ જેમાં મહાનુભાવો દ્વારા પરંપરાગત તેમજ વૈજ્ઞાનિક રીતે પશુપાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે કૃત્રિમ ખેતીમાટે પણ માર્ગ દર્શન અપાયું.

ડભોઇ તાલુકાના પશુપાલકોના હિતમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે દર વર્ષે પશુપાલન શિબિર યોજવામાં આવે છે.જે અંતર્ગત આજરોજ ડભોઇ સત્તર ગામ પટેલ વાડી ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે શિક્ષણ સમિતિ ના ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ યજ્ઞેશચંદ્ર ઠાકોર, સહિત ડો.માંડવીયા મદદનીશ પશુપાલન નિયામક જી.પંચાયત વડોદરા, ડો.એ.જે.ત્રિવેદી, ડો.ડી.એ.ખાંટ, ડો.એન.એ.પરમાર એ.ડી.આઈ.ઓ વડોદરા નાઓ ઉપસ્થિત રહી તાલિકના સંખ્યાબંધ પશુપાલકોને પશુપાલન વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે પશુઓ મા થતા રોગ, તેની સારવાર સહિત રસીકરણ અર્થે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સાથે એક પસુપાલક મહિલાને પશુ સહાય અર્થે 45,000 નો ચેક અશ્વિનભાઈ વકીલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here