ડભોઇમા હાડ થીજાવી દેતી કડકડતી ઠંડીમા નગરજનો તાપણાના સહારે !!

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ સહીત પંથક મા પાછલા એક સપ્તાહ થી કાતિલ ઠંડીમા લોકો ઠુઠવાઇ રહ્યા હોય રાત દિવસ શિત લહેરો અને ઠંડા પવનના સુસવાટા હાડ થીજાવી રહ્યા છે.જમ્મુ કાશ્મીર સહીત ઉત્તર ભારત મા થયેલી હીમવર્ષાથી ઠંડા પવનના સુસાવાટા થી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જવા પામ્યુ છે.જેના કારણે બાળકો,મહીલાઓ અને વૃધ્ધો ની હાલત કફોડી થવા સાથે વેપાર ધંધા પણ ઠંડા પડી જવા પામ્યા છે.જેથી નગરજનો પણ રાત પડતાજ શેરી,મહોલ્લા અને સોસાયટીઓ ના નાકે તાપણાનો સહારો લઈ વાતોમા સમય પસાર કરી શિયાળાની કડકડતી ઠંડી સામે રક્ષણ લેવા પ્રયાસ કરી રહ્યા છે.

ડભોઇ પંથક મા પાછલા એક સપ્તાહ થી હાડ થીજાવતી ઠંડીએ અબોલ પશુ પક્ષીઓ,ગરીબો અને ભીખારીઓ ની હાલત કફોડી કરી નાખી છે.ખુલ્લામા પ્લેટફાર્મ એ દુકાનોના ઓટલા પર અથવા ગ્રાઉંડ મા સુઇ રહેતા ગરીબ લોકો દયનીય પરિસ્થિતિ મા જીવન નિર્વાહ કરી રહ્યા હોય ઠંડી સામે રક્ષણ મેળવવુ કપરુ થવા પામ્યુ છે.બીજીબાજુ શેરી,મહોલ્લા અને સોસાયટીઓ મા રહેતા લોકો દિવસ દરમ્યાન વેપાર ધંધામા વ્યસ્ત રહેતા હોય કડકડતી ઠંડીમા રાત્રીના ચાની કીટલીઓ પર અથવા તો શેરી મહોલ્લા ના નાકે તાપણા કરી ગપ્પા મારી ઠંડી સામે તાપણાનો સહારો લઈ રહ્યા છે.આમ પાછલા એક સપ્તાહ થી ડભોઇ પંથકના લોકો હાડ થીજવાતી ઠંડી સામે મજબુર થઈ જવા પામ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here