ડભોઇના પણસોલી ગ્રામ પંચાયત હોલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વન્યજીવ સપ્તાહની ઉજવણી કરાઈ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

RFO દ્વારા વન વિભાગ અને વન્ય જીવોની વિસ્તૃત માહિતી અપાઈ

આજરોજ ડભોઇ તાલુકા ના પણસોલી ગામે આઝાદી નો અમૃત મહોત્સવ વન્યજીવ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી.જે પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા.વન્યજીવ સપ્તાહ ના માં વન્યજીવો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેમાં જણાવવા માં આવ્યું હતું કે વન્યજીવો ને આઝાદી થી જીવવા નો અધિકાર છે અને સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ઘર માં વન્ય જીવ રાખવા એ દંડનીય ગુનો બને છે.જેમાં પહાડી પોપટ,શાહુડી,જંગલી સસલા,વિવિધ પ્રકાર ના કાચબા,ઘુવડ,વિવિધ પ્રકાર ના સાપ,બતકો,મોર,વગેરે નો ગેરકાયદેસર શિકાર આવા વન્યજીવો ને ઘરે રાખવા કે તેને લે વેચ કરવા ગુનો બને છે અને સજા ને પાત્ર હોય છે.વન્ય જીવ રાખવા કે તેની લે વેચ કરવા પર 500 થી લઈ 25000 સુધી નો દંડ હોય છે અને 7 વર્ષ ની જેલ ની સજા પણ થઈ શકે છે.આ ઉપરાંત હાજર સૌ મહેમાનો તેમજ ગ્રામજનો દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે ઘર માં કોઈ પણ પ્રકાર ના વન્યજીવ ને રાખીશું નહિ અને ખોટી માન્યતા ઓ ને માનીશુ નહી.આ પ્રસંગે શિક્ષણ સમિતિ ના ચેરમેન અશ્વિનભાઈ વકીલ, આર.એફ.ઓ એન.એન.બારીયા, ફોરેસ્ટ અધિકારી ડી.ડી.ખારવા,એસ.કે.લાડ, સહિત ના હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here