રાજપીપળા નાગરિક બેંકના મેનેજર તરીકે મલકેશ શાહની નિયુક્તિ

રાજપીપળા,(નર્મદા)/આશિક પઠાણ :-

પદભાર સંભાળતા બોર્ડ ઓફ ડિરેક્ટર, વેપારીઓ સહિત કર્મચારીઓ એ અભિનંદન પાઠવ્યા

રાજપીપળા ની પ્રસિદ્ધ અને વિશ્વસનિય હજારો સભાસદો ધરાવતી ધી રાજપીપળા નાગરિક સહકારી બેંક લી. ના મેનેજર તરીકે નો પદભાર સંભાળતા જયેશ પાઠક વય મર્યાદા ના લીધે સરકારી નિયમો
અનુસાર નિવૃત્ત થતા તેઑની ખાલી પડેલ મેનેજર ની જવાબદારી ભરી પોસ્ટ ઉપર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના નિયમોનુસાર બેંક ના સિનીયર અને વરિષ્ઠ તેમજ ઉત્સાહી એવા મલકેશભાઇ શાહ ની નિયુક્તિ બેંક મેનેજર તરીકે કરવામાં આવી છે.

નાગરિક બેંક ના મેનેજર તરીકે મલકેશભાઈ શાહ ની નિયુક્તિ થતા બેંક ના બોર્ડ ઓફ ડિરેક્ટર , બેંક ના કર્મચારીઓ સહિત નગર ના વેપારીઓએ તેઓની નિયુક્તિ ને આવકારી તેઓને બેંક નુ વહીવટ પારદર્શીત રીતે કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here