જોડીયા કૂવા પ્રા.શાળામાં ઉજવાયેલ શિક્ષક દિન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આપણી શાળા ઓમાં શિક્ષક દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી આ દિવસે બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઊજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે.
સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે. વર્ગખંડમાં કાર્ય કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એનાથી વાકેફ થાય છે. જ્યારે એક વિધાર્થી તરીકે પોતે પોતાના શિક્ષકની સૂચના નથી માનતા કે વર્ગખંડમાં શાંતિ નથી જાળવતા ત્યારે કોઈ શિક્ષકની મનોદશા કેવી હોય છે એનો જાતે અનુભવ મેળવે છે.
આ હેતુસર કાલોલ તાલુકામાં આવેલ જોડીયા કૂવા પ્રા શાળામાં નીતાબેન પટેલ અને ભારતીબેન પટેલ ના આયોજન હેઠળ શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી અને બાળકોએ આજના દિવસ પૂરતા શિક્ષક બનવાનો અનેરો ઉત્સાહ સાથે ભાગ લઈને આનંદ વ્યક્ત કર્યો હતો…ધોરણ 2 થી 5 ના બાળકો એ શિક્ષક બનવાનો આનંદ લીધો હતો..સાથે શાળા ના આચાર્ય રમેશકુમાર પટેલ દ્વારા બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here